રાષ્ટ્રીય
કેન્દ્રમાં શિવરાજસિંહનું કદ વધ્યું, તમામ યોજનાના અમલીકરણની સમીક્ષા કરશે
વડાપ્રધાન મોદીએ વિશેષ જવાબદારી સોપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં એક મોનિટરિંગ જૂથની રચના કરી છે, જે વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ અને કેન્દ્રીય બજેટ અને પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા કરશે.
આ મોનિટરિંગ જૂથની પ્રથમ બેઠક 18 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કાર્યાલય (ઙખઘ)માં યોજાઈ હતી, જેમાં રેલવે બોર્ડના અધ્યક્ષ સહિત ભારત સરકારના તમામ સચિવોએ હાઈબ્રિડ મોડમાં બેઠકમાં હાજરી આપી હતી. શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં, સાઉથ બ્લોક સ્થિત પીએમઓમાં દર મહિને મોનિટરિંગ જૂથની બેઠક મળશે, જેમાં તમામ સરકારી યોજનાઓની સમીક્ષા અને અમલ કરવામાં આવશે.
બેઠકમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ શિવરાજ સિંહ ચૌહાણને 2014માં તેમના નેતૃત્વમાં પ્રથમ એનડીએ સરકારની રચના બાદથી જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવાની જવાબદારી આપી છે.અહેવાલ મુજબ, વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ માટે નોડલ ઓફિસર તરીકે કામ કરી રહેલા અધિકારીઓને પણ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ મોનિટરિંગ ગ્રુપને લઈને સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ શિવરાજ સિંહ ચૌહાણ વડાપ્રધાનના પોર્ટલ પર ઉપલબ્ધ દરેક યોજના પર નજર રાખશે. આ દરમિયાન સચિવ શિવરાજ સિંહ ચૌહાણને તે પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતી આપશે જે પાછળ છે. આ સિવાય તેમને સુધારવા માટે બીજું શું કરી શકાય?