ગુજરાત

હીરા ઉદ્યોગમાં તીવ્ર મંદી, દિવાળી વેકેશન બાદ હજુ પણ કારખાના બંધ

Published

on

રસિયા- યુક્રેન અને ઇઝરાયેલ તથા હમાસ વચ્ચે ચાલી રહેલ યુધ્ધના કારણે ગુજરાતના હીરા ઉદ્યોગ ઉપર ગંભી અસર પડી છે અને હીરા ઉદ્યોગ મંદીમાં ધકેલાઇ જતા અનેક કારખાનાઓમાં હજુ સુધી દિવાળીના વેકેશન ખુલ્યા નથી. પરિણામે હીરાના કારીગરોને મજબુરીવશ અન્ય રોજગાી તરફ વળવાની ફરજ પડી છે.
આગામી તા.17મીના રોજ વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું સુરતમાં ઉદઘાટન છે પરંતુ તે પૂર્વે હીરા ઉદ્યોગમાં આવેલી ઘેરી મંદીના કારણે હીરાના ધંધાર્થીઓમાં ચિંતાની લાગણી ફેલાયેલ છે. દિવાળીનું વેકેશન લંબાવીને એક માસનું કરવામાં આવ્યું છે તેમ છતા હજુ અનેક કારખાના કયારે ખુલશે તે નકકી નથી.
હીરા નગરી સુરત માં રત્ન કલાકારો આર્થિક સ્થિતિ નો સામનો કરી શકે તે માટે ડાયમંડ વર્કર યુનિયન વિવિધ માંગો ને લઈ ઉપવાસ પર બેસવા મંજૂરી માંગશે. તેમજ આગામી 17 તારીખ ના રોજ વડાપ્રધાન ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવનાર છે વડાપ્રધાન સુરત માં રત્નકલાકારો ની હાલત થી વાકેફ થાય તે માટે સોમવાર ના રોજ વડાપ્રધાન ને પત્ર લખી સુરત કલેકટર ને સુપરત કરાશે.
હીરાઉદ્યોગમાં આવેલી મંદીને કારણે કફોડી હાલતમાં મુકાયેલા રત્નકલાકારોએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક પેકેજ જાહેર કરવા સહિતની માંગણી કરી હતી. પરંતુ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનના દિવસ નજીક આવી રહ્યા હોવા છતાં માંગણીઓ સંતોષાતી નહીં દેખાતા આક્રોશિત ડાયમંડ વર્કર યુનિયનનના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે માંગણી નહીં સંતોષાય તો પ્રતીક ઉપવાસ કરી વિરોધ કરવામાં આવશે આ મામલે ઉપવાસ કરવાની માંગ પણ કલેકટર સમક્ષ મુકવામાં આવશે. દિવાળી વેકેશન પછી તેજીનો સમય આવશે એવી રત્નકલાકારોને આશા હતી. પરંતુ વેકેશન બાદ સુરતમાં માંડ 20થી 25 ટકા કારખાના જ ખૂલ્યા છે. મોટા ભાગના કારખાના હજી ખૂલ્યા નહીં હોવાથી વેકેશન લંબાઈ એવી શક્યતા છે. તેના કારણે રત્નકલાકારો કફોડી સ્થિતિ મા મુકાય જશે એવી અમને આશંકા છે જેથી સરકારે રત્નકલાકારો ને મદદ કરવા આગળ આવવુ જોઈએ
હાલ હીરા બુર્સ શરૂૂ થવા જઈ રહ્યું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. જેથી ડાયમંડ વર્કર યુનિયન વડાપ્રધાન ને પત્ર લખી સુરત માં રત્નકલાકારો ને પડતી મુશ્કેલી મામલે પત્ર લખી કલેકટર ને સુપરત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 25 લાખ રત્નકલાકારો છે. જે પૈકી સાડા સાત લાખ જેટલા રત્નકલાકાર સુરતના છે. જયારે યુનિયનમાં 30 હજાર રત્નકલાકાર સભ્ય છે.જેથી યુનિયન દ્વારા એડી ચોંટી નું જોર લગવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version