મનોરંજન

હુરુન ઇન્ડિયાના અમીરોના લિસ્ટમાં પ્રથમવાર શાહરુખ ખાનનો સમાવેશ

Published

on

7300 કરોડની સંપત્તિનો માલિક છે કિંગખાન

બોલિવૂડના બાદશાહ શાહરૂૂખ ખાન પહેલીવાર દેશના અમીરોની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગનો બાદશાહ શાહરૂૂખ ખાન 7300 કરોડની સંપત્તિ સાથે પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં સામેલ થવામાં સફળ થયો છે. કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની ભાગીદારીને કારણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન જુહી ચાવલા અને ફેમિલી કરણ જોહર અને રિતિક રોશન પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે.


હુરુન ઈન્ડિયાના મતે, વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માતા ઉદ્યોગમાંથી આ વખતે જે લોકો અમીરોની યાદીમાં સામેલ થયા છે, તેઓ માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ પોતાના પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ(છયમ ઈવશહહશયત ઊક્ષયિિંફિંશક્ષળયક્ષિ)ંના સ્થાપક 58 વર્ષીય શાહરૂૂખ ખાન પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે અને તેમની કુલ સંપત્તિ 7300 કરોડ રૂૂપિયા છે. તેમના પ્રોડક્શન હાઉસે ઘણી મોટી અને સફળ ફિલ્મો બનાવી છે. હુરુન ઈન્ડિયાએ કહ્યું કે, ઈંઙક ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ને કારણે શાહરૂૂખ ખાનની સંપત્તિમાં પણ વધારો થયો છે, જે એક સફળ ફ્રેન્ચાઈઝી છે.


હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે કહ્યું કે, ક્રિકેટ અને ફિલ્મો ભારતના દિલની ધડકન છે. આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં હોલ્ડિંગ વેલ્યુને કારણે ફિલ્મ સ્ટાર શાહરૂૂખ ખાનને પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જુનૈદે કહ્યું કે, મનોરંજન ઉદ્યોગના સાત લોકોએ, જેમને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમણે એક વર્ષમાં 40,500 કરોડ રૂૂપિયાની સંપત્તિ ઉમેરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version