Site icon Gujarat Mirror

જામનગરમાં ગુલાબનગર રોડ પર એક સાથે સાત રેંકડીઓ સળગી

 

જામનગર ગુલાબ નગર રોડ પર રાજપાર્ક ના ખૂણા પાસે આવેલી ચાર કેબીનો અને ત્રણ રેકડી, કે જેમાં ધુળેટીના દિવસે બપોરે ત્રણ વાગ્યા ના અરસામાં અકસ્માતે આગ લાગી ગઈ હતી. સૌપ્રથમ આગજનીના લબકારા દેખાવાના શરૂૂ થયા હતા, ત્યારબાદ કેબિન ની આજુબાજુમાં જુના ટાયર વગેરેનો જથ્થો પડ્યો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી, સાથે સાથે ધુમાડા ના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા, અને થોડો સમય માટે ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. રાજપાર્ક રોડ પર ગેરેજ તેમજ ફ્લફ્રૂટ અને માલસામાન ની રેકડી કેબિન સહિત કુલ સાત જેટલા ધંધા ના સ્થળોમાં આગ લાગી જવાની ઘટના અંગેની ફાયર બ્રિગેડને માહિતી મળતાં તુર્તજ ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જુદા જુદા બે પાણીના ટેન્કરો વડે આગને કાબુમાં લીધી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેકડી-કેબિન વગેરેમાં રાખેલા માલસામાનને ભારે નુકસાન થયું છે.

Exit mobile version