ગઢડાના મોટા ઉમરડા ગામેથી 27.40 લાખના દારૂ સાથે અમરેલીના બે શખ્સ ઝડપાયા

બોટાદ કઈઇ પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતનો દારૂૂ અને ટ્રક…

બોટાદ કઈઇ પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતનો દારૂૂ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અમરેલીના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ LCB PI એમ. જી. જાડેજા અને PSI પટેલઅને તેમની ટીમને બાતમી મળી હતી કે, વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો એક ટ્રક ભાવનગરથી અમરેલી તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોટા ઉમરડા ગામ પાસે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોક્યો હતો અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતની 8784 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.
પોલીસે દારૂૂ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અમરેલીના રાકેશ ભીમજી મોરી અને કિશન સુરેશ દવે નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.