રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનીટીમે દરોડો પાડી નામચીન બુટલેગર હર્ષદ મહાજન સહિત 7 શખસોને જુગાર રમતા ઝડપી લીધા હતાં. જ્યારે બીજા દરોડામાં રૈયા રોડ પર દર્શન પાર્કમાં મહિલા સંચાલિત જુગારધામ પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી પત્તા ટીંચતી 8 મહિલાને ઝડપી પાડી પટમાંથી રૂા.27,300ની રોકડ કબજે કરી હતી. જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા, એએસઆઈ અમીત અગ્રાવત, હેડ કોન્સ્ેટબલ વિશાલ દવે, દિપક ચૌહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન રૈયા રોડ પર દર્શન પાર્ક શેરી નં.1માં રહેતી મહિલા પોતાના મકાનમાં જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી મકાન માલીક સહિત આઠ મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે પટમાંથી 27,300ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના સ્ટાફે મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં.3માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં આબીદ ગુલામહુશેન ચાવડા, હર્ષદ માણેકલાલ માંડલીયા, રવિ ગોકળભાઈ લાંબરીયા, જીતેન્દ્ર અજીતભાઈ વાઘેલા, રણજીત દેવરાજભાઈ સોલંકી, હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા અને વિમલ મહેન્દ્રભાઈ જોષીને ઝડપી લઈ પટમાંથી રૂા.73,400ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

