Site icon Gujarat Mirror

ચેક રિટર્ન કેસમાં એક જ પરિવારના છ સભ્યોએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી કોર્ટ

શહેરની શ્રી અમૃત કેડીટ કો.-ઓપ.સોસાયટીમાંથી લીધેલી લોનની રકમ ચૂકવવા આપેલા રૂૂા.1,20,88,718 ના છ ચેક રીટેન થવાના પાંચ કેસમા એક જ પરિવારના ત્રણ મહિલા સહિત છ વ્યક્તિને થયેલી સજાના હુકમ સામે કરેલી 6 અપીલ સેશન્સ કોર્ટે ડીસમીસ કરી ટ્રાયલ કોર્ટેનો સજાનો હુકમ કાયમ રાખી ફરીયાદીનેં થયેલ ખર્ચે આપવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા ટિવંકલબેન વર્ષીલભાઈ સિધ્ધપરા, સવિતાબેન જગદિશભાઈ સિધ્ધપરા, વર્ષીલભાઈ જગદિશભાઈ સિધ્ધપરા, કાંતીલનલ શંભુભાઈ તોગડીયા, રીપલબેન વરૂૂણભાઈ સિધ્ધપરા અને વરૂૂણભાઈ જગદિશભાઈ સિધ્ધપરા(રાજકોટ)એ નાનામોવા રોડ સ્થિત શ્રી અમૃત કેડીટ કો.-ઓપ.સોસાયટી લી. માંથી સભાસદ દરજ્જે મોર્ગેજ લોન લીધી હતી. લોનના ચડત હપ્તા પેટે ટિવંકલબેન સિધ્ધપરાએ 19,00,000નો ચેક , સવિતાબેન સિધ્ધપરા 16,18, 301 નો ચેક , વર્ષીલભાઈ સિધ્ધપરા 22,87,500નો ચેક, કાંતીલનલ તોગડીયા 29,50,000, રીપલબેન સિધ્ધપરા 18,41,303નો ચેક , વરૂૂણભાઈ સિધ્ધપરા 15,10,614 નો ચેક મળી કુલ 1,20 કરોડની રકમના છ ચેક આપેલા જે ચેક મંડળી ઘ્વારા બેંક માં વટાવવા નાખતા તમામ ચેકો રીટર્ન થયેલા અને લીગલ કાર્યવાહી પુર્ણ કરીને ફરીયાદી મંડળી દ્વારા 6 વ્યકિતઓ સામે એડી. ચીફ જયુ. મેજી. સમક્ષ 6 ફરીયાદ ફાઈલ કરી હતી.

જે તમામ કેસમા સ્પે.કોર્ટે દ્વારા છ આરોપીને દોષીત ઠરાવી દોઢ વર્ષે ની સાદી કેદની સજા અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.જે હુકમથી નારાજ થઈને તમામ આરોપીઓએ સેસન્સ કોર્ટ સમક્ષ 6 અલગ અલગ અપીલ ફાઈલ કરી હતી. જે તમામ અપીલ ચાલી જતા એડી.ડીસ્ટીકટ જજ એસ.બી.ગલરીયાએ મંડળીના એડવોકેટ સંજય એચ. પંડયાની દલીલ અને ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈને 6 અપીલ ડીસ્મીસ કરી ટ્રાયલ કોર્ટેએ આપેલ દોઢ વષઁની સાદી કેદ ની સજા અને વળતર ચુકવવા હુકમ કાયમ રાખી અને તમામ આરોપીઓ સામે બીન જામીન પાત્ર વોરંટનો હુકમ કરેલ છે અને ફરીયાદી મંડળીને ખર્ચે આપવાનો હુકમ ફરમાવેલો છે. ફરીયાદી વતી એડવોકેટ સંજયભાઈ એચ.પંડયા તથા મનિષભાઈ એચ.પંડયા, જયદેવસિંહ બી. ચૌહાણ, વનરાજસિંહ કે. જાડેજા અને દક્ષાબા જાડેજા રોકાયેલ છે.

Exit mobile version