ગુજરાત

ટ્રેલર પાછળ ઇનોવા ઘુસી જતાં સાત લોકોનાં મોત

Published

on

હિંમતનગર નજીક સવારે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત, શામળાજીથી અમદાવાદ આવતા મુસાફરોને અંતરિયાળ કાળનો ભેટો, કારના પતરાં ચીરી મૃતદેહો બહાર કાઢવા પડયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં અમદાવાદના 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. જેના કારણેગેસ કટરથી કારના પતરાં કાપી લાશોને બહાર કાઢવી પડી હતી.આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.


જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ૠઉં01છઞ0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના પિતા વહેલી સવારે અમદાવાદથી હિંમતનગર ખાતે પહોંચી આવ્યા હતા.


ડીવાયએસપી એ.કે.પટેલે અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે સવારે શામળાજીથી હિંમતનગર આવતા રોડ પર ઈનોવા કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ઈનોવા પાછળથી ટ્રેલર સાથે અથડાઈ હતી.શામળાજીથી હિંમતનગર આવતા રોડ પર સવારે ઈનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ઈનોવામાં જે 8 લોકો સવાર હતા તેમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તમામ મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version