Site icon Gujarat Mirror

IPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગ

IPL 2026નું BCCI દ્વારા બીજુ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. અગાઉના શિડ્યુલમાં અમદાવાદને માત્ર 1 મેચ મળી હતી, જ્યારે બીજા શિડ્યુલમાં વધુ 6 મેચ મળી છે. ગુજરાત ટાઈટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 મેચ રમવા માટે ઉતરવાની છે. જેની વિગતો જાહેર થઈ ગઈ છે. જેમાં ગુજરાત પોતાની પહેલી મેચ પાડોશી ટીમ રાજસ્થાન રોયલ્સ સામે રમવા માટે ઉતરશે. અગાઉ BCCI દ્વારા 12 એપ્રિલ સુધીની 20 મેચોની જાહેરાત કરી હતી, બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે તે 13 એપ્રિલ, 2026થી શરૂૂ થશે અને 70મી મેચ 24મી મેએ કોલકાતામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. અમદાવાદમાં રમાનારી 7માંથી માત્ર એક ગુજરાત અને ચેન્નાઈની મેચ બપોરના સમયે રમાશે.

આઈપીએલ 2026નો પ્રારંભ થઈ ગયો છે, જેમાં પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે બેંગ્લુરુમાં રમાશે. જ્યારે અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ 4 એપ્રિલે GT અને RR વચ્ચે રમાશે, જે ઈંઙકની 9મી મેચ હશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરુ થશે.કોલકાતા નાઈટ રાઈડર્સની સાંજે રમાશે, ત્રીજી મેચ 26 એપ્રિલે GT ટત ખઈં ની છે, જે પણ સાંજની છે. આ પછી ચોથી મેચ જે બપોરે રમાવાની છે તે GT Vs CSK (ચેન્નાઈ સુપર કિંગ્સ)ની મેચ છે. GTની અમદાવાદની પાંચમી મેચ 30મી એપ્રિલે વિરાટ કોહલીની RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર) સામે રમાશે. જે સાંજે 7.30 વાગ્યે શરુ થશે. છઠ્ઠી મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે 3જી મેએ રમાશે અને 70 મેચોના લિસ્ટમાં અમદાવાદમાં રમાનારી અંતિમ મેચ સનરાઈઝર્સ હેદરાબાદ સામેની છે.

બીજા તબક્કામાં આઠ ડબલ-હેડર હશે, જેમાં બપોરની મેચો 03:30 વાગ્યે શરૂૂ થશે અને સાંજની મેચો 07:30 વાગ્યે શરૂૂ થશે. પંજાબ કિંગ્સ તેમની હોમ મેચો ન્યુ ચંદીગઢ અને ધર્મશાલામાં રમશે, જેમાં આ તબક્કા દરમિયાન ધર્મશાલામાં ત્રણ મેચનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સ જયપુરમાં ચાર હોમ મેચનું આયોજન કરશે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બેંગલુરુમાં ત્રણ અને રાયપુરમાં બે હોમ મેચ રમશે.

નોંધનીય છે કે, અગાઉ BCCI દ્વારા 12 એપ્રિલ સુધીની 20 મેચોની જાહેરાત કરી હતી, બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે તે મેચો 13 એપ્રિલથી 24 મે 2026 સુધી રમાશે. હવે પ્લેઓફ રાઉન્ડની મેચોની જાહેરાત ત્રીજા તબક્કામાં કરવામાં આવશે. જેમાં અમદાવાદને વધુ મેચો મળી શકે છે.

Exit mobile version