Site icon Gujarat Mirror

ઇન્દોરમાં 4 ગેસ સિલિન્ડર ફાટતાં સાત લોકો ભડથું, 4 ગંભીર

પાર્કિંગમાં ચાર્જમાં મૂકેલી EV કારમાં શોર્ટ-સર્કિટથી લાગેલી આગ ઘરમાં પહોંચતા દુર્ઘટના

ઇન્દોરના બંગાળી ચોકડી પાસેની એક કોલોનીમાં આજે સવારે લગભગ 4 વાગ્યે ભયાનક અકસ્માત થયો. એક મકાનમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટથી આગ લાગી, જેમાં બળીને 7 લોકોના મોત થયા. પ્રત્યક્ષદર્શીઓ અને પ્રાથમિક તપાસ અનુસાર, પુગલિયા પરિવારના ઘરની બહાર મોડી રાત્રે ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પર મૂકવામાં આવી હતી.

સવારે લગભગ 4 વાગ્યે ચાર્જિંગ પોઈન્ટમાં શોર્ટ સર્કિટ થયું, જેના કારણે કારમાં આગ લાગી. આ આગ ઝડપથી ઘર તરફ ફેલાઈ અને ત્યાં રાખેલા 15 ગેસ સિલિન્ડર સુધી પહોંચી ગઈ. આગ લાગતા જ ઘરમાં રાખેલા સિલિન્ડરોમાં વિસ્ફોટ શરૂૂ થયો. જોતજોતામાં 4 ગેસ સિલિન્ડર એક પછી એક ફાટ્યા, જેનાથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. ધડાકો એટલો જોરદાર હતો કે ઘરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો અને અંદર સૂઈ રહેલા લોકોને બચવાનો સમય જ ના મળ્યો.

પુગલિયા પરિવારને ત્યાં એક પારિવારિક કાર્યક્રમ હતો, જેના કારણે ઘણા સંબંધીઓ પણ ઘરે રોકાયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ, ઘરની બહાર એક ઇલેક્ટ્રિક ગાડી ચાર્જ કરવામાં આવી રહી હતી અને તેનો ચાર્જિંગ પોઇન્ટ ફાટી ગયો. ત્યારબાદ આગ ગાડીમાંથી ઘર સુધી ફેલાઈ ગઈ. ઘરની અંદર 10થી વધુ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ફાટી ગયા. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘર મનોજ પુગલિયાનું હતું, જેઓ પોલિમરનો વ્યવસાય કરતા હતા.

આ દુર્ઘટનામાં વિજય સેઠિયા (65 વર્ષ), છોટુ સેઠિયા (22 વર્ષ), સુમન (60 વર્ષ), મનોજ (65 વર્ષ), સિમરન (30 વર્ષ), રાશિ સેઠિયા (12 વર્ષ) એક અન્યના મોત નિપજયા હતા. જયારે સૌરભ પુગલિયા (30 વર્ષ), આશિષ (30 વર્ષ), હર્ષિત પુગલિયા (25 વર્ષ) ઘાયલ થયા છે.

Exit mobile version