ક્રૂડના ભાવમાં કડાકો બોલતા સેન્સેક્સમાં 850 અંકની તેજી

જેમ જેમ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંત થવાની શક્યતા વધતી જઇ રહી છે તેમ તેમ વૈશ્વિક બજારમાં તેની અસર દેખાવા લાગી છે. આજે સેન્સેક્સ…

જેમ જેમ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંત થવાની શક્યતા વધતી જઇ રહી છે તેમ તેમ વૈશ્વિક બજારમાં તેની અસર દેખાવા લાગી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તો ભારે તેજી જોવા જ મળી રહી છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે.

આજે નવા ટ્રેડિંગ વીકના પ્રથમ દિવસ સોમવારે બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં પ્રચંડ તેજી જોવા મળી. શુક્રવારનું સેન્સેક્સનું ક્લોઝિંગ 75415.35 પોઈન્ટ રહ્યું હતું જે આજે સીધું 76289.52 પર ખુલ્યું હતું. જે કુલ 870થી વધુ પોઈન્ટની તેજી દર્શાવે છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેનું શુક્રવારનું ક્લોઝિંગ 23,719.30 પર થયું હતું જે આજે સોમવારે સીધું 23,983.45 પોઈન્ટ પર ખુલ્યું હતું જે કુલ 260થી વધુ પોઈન્ટની તેજી દર્શાવે છે. જેના કારણે આજે શેરબજારના મોટા ભાગના શેરોમાં હરિયાળી છવાઈ ગઈ હતી. આજે તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંકોના સ્ટોકમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.

બીજી બાજુ વાયદા બજારની વાત કરીએ તો સોનામાં આજે 800 રૂૂપિયા સુધીનો ઉછાળો નોંધાયો હતો. હાલમાં સોનાની કિંમત 159200 ની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 5000 રૂૂપિયાનો ઉછાળો આવ્યો હતો. હાલમાં ચાંદી 276690ની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શેરબજારમાં આજે તેજી જોવા મળી છે તેની પાછળ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં કડાકો જોવા મળ્યો તે કારણભૂત છે હજુ થોડા દિવસો પહેલા જ બ્રેન્ડ ક્રુઝ નો ભાવ 112 ડોલર સુધી પહોંચ્યો હતો જે આજે 94 ડોલર પર જોવા મળી રહ્યો છે. ઓઈલની કિંમતોની વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા છેલ્લા તબક્કા સુધી પહોંચી જતા ક્રૂડ ઓઈલમાં કડાકો બોલાઈ ગયો હતો અને હાલમાં ક્રૂડ ઓઈલની કિંમતો 95 ડોલરની પણ નીચે 94.79 ડોલરના સ્તરે ટ્રેડ થઇ રહી છે.

સાથોસાથ આરબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને વૈશ્વિક સ્તરે ફરી એકવાર યુદ્ધમાં શાંતિના દેખાતા સંકેતો વચ્ચે રૂૂપિયો ફરી એકવાર ડોલર સામે મજબૂત થયો હતો. હાલમાં ડોલર સામે રૂૂપિયો 95.30 રૂૂપિયાના લેવલે આવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રૂૂપિયો ડોલર સામે 96.96ના લેવલે પહોંચી ગયો હતો