ગુજરાત

રાજકોટ સિવિલની સિક્યુરિટી પણ GISFના હવાલે?

Published

on

ગાંધીનગરથી આવેલી ટીમે સિક્યુરિટી પોઈન્ટ સહિતની વ્યવસ્થાનું કરેલું નિરીક્ષણ: તબીબી અધિક્ષક દ્વારા અગાઉ કરેલી માગણીને ધ્યાને લઈ હવે ૠઈંજઋના 200 ગાર્ડને સુરક્ષાની જવાબદારી સોંપાશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો અને હોસ્પિટલના સ્ટાફ ઉપર બનતા હુમલાના બનાવોને ધ્યાને લઈ હવે સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી આગમી દિવસોમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ (જીઆઈએસએફ)ને સોંપાઈ તેવો તખતો ઘડાઈ રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતના અંબાજી તેમજ અન્ય મોટા મંદિરો તેમજ સરદાર સરોવર ડેમ, ગુજરાતના બંદરો, ઓદ્યોગિક એકમો, સચિવાલય, સરકારી વિભાગોમાં હાલ જીઆઈએસએફના જવાનો સુરક્ષા વ્યવસ્થાની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ સુરક્ષા વ્યવસ્થા માટે ખાનગી સિક્યોરીટીના બદલે જીઆઈએસએફને જવાબદારી સોંપાઈ તેવી શક્યતા છે. આ માટે જીઆઈએસએફના એક પ્રતિનિધિ સહિતનો સ્ટાફ રાજકોટ આવ્યો હતો અને તેમણે સિવિલ હોસ્પિટલના સિક્યોરીટી પોઈન્ટની તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યુ હતું.


ગાંધીનગરથી આવેલ જીઆઈએસએફના અધિકારીઓની ટીમે સિવિલ હોસ્પિટલમાં કેટલા સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવે છે અને ક્યા ક્યા પોઈન્ટ છે તે સહિતની બાબતોનું નિરિક્ષણ કર્યુ હતું. સરકારી હોસ્પિટલમાં તબીબો ઉપર ભૂતકાળમાં બનેલા હુમલાના બનાવો તેમજ કોલકત્તામાં બનેલી દુષ્કર્મની ઘટના ઉપરાંત આતંકવાદી પ્રવૃતિને ધ્યાન ેરાખી સરકારી કચેરી અને બોર્ડ નિગમ અને અર્ધ સરકારી કચેરીમાં સુરક્ષા માટે ગુજરાત ઓદ્યોગિક સલામતિ દળના જવાનોની સેવા લેવાનો નિર્ણય સરકારે કર્યો હોય હાલ સરકારની મોટાભાગની કચેરીઓ તેમજ બોર્ડનિગમમાં સુરક્ષા વ્યવસ્થા માટે જીઆઈએસએફ તૈનાત છે.

ત્યારે હવે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ 200 જેટલા જીઆઈએસએફના જવાનોને સુરક્ષા વ્યવસ્થા સોંપાઈ તે માટેની માંગણી અગાઉ આરોગ્ય વિભાગમાં તબીબી અધિક્ષક દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત ઔદ્યોગિક સલામતિ દળના અધિકારીને આ બાબતે સુચના આપતા આજે જીઆઈએસએફના પ્રતિનિધિઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતાં. અને તેમણે સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યુ હતું. આગમી દિવસોમાં ધોળા હાથી સમાન અને કરોડોના બીલ મંજુર થવાં છતાં હોસ્પિટલમાં તબીબો ઉપર જેની હાજરીમાં હુમલાના બનાવ બને છે તેવી ખાનગી સિક્યોરીટીના વળતા પાણી નિશ્ર્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version