ગુજરાત

જૂનાગઢ, જામનગર, વડોદરા અને સુરતમાં બનશે સાયન્સ સેન્ટર

Published

on

ગુજરાતના યુવા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્પેસ સાયન્સ તરફ રૂૂચી કેળવવાના પ્રયાસોના ભાગરૂૂપે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા હવે વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢમાં નવા રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC) ઊભા કરવામાં આવનાર છે.
હાલ રૂૂ.100 કરોડના ખર્ચે પાટણ, ભાવનગર, ભૂજ અને રાજકોટ એમ ચાર સ્થળે શરૂૂ કરાયેલા સેન્ટરોમાં એક જ વર્ષમાં 11 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે, એમાં સૌથી વધુ 7.50 લાખ લોકોએ પાટણ ખાતેના સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારે આર એસસીના માધ્યમથી વૈજ્ઞાનિક પ્રવાસન સ્થળો બને અને લોકોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે આકર્ષણ ઊભું કરવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આને પગલે લોકો વૈજ્ઞાનિક સંશોધનના આ કેન્દ્રો તરફ આકર્ષાયા છે. ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ ઉપરાંત, આ સેન્ટર્સ વિવિધ વૈજ્ઞાનિક આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. જિલ્લા કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, જિલ્લા કક્ષાની ગુજરાત STEM ક્વિઝ, વર્લ્ડ સ્પેસ વીક, સ્કાય ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ્સ, નેશનલ મેથેમેટિક્સ ડે, નેશનલ સાયન્સ ડે, મિશન લાઇફ પર અવેરનેસ પ્રોગ્રામ, જનભાગીદારી દ્વારા ઇવેન્ટ્સ અને વર્કશોપ જેવી ઘણી મેગા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટરો પલોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી લઈ જવું ના થીમને અનુસરે છે. તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ અને જિજ્ઞાસા જગાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આગામી સમયમાં વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢ ખાતે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોની સ્થાપના કરી રહ્યું છે. આ સેન્ટરો વૈજ્ઞાનિક શિક્ષણ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વર્કશોપ અને શૈક્ષણિક કાર્યક્રમો માટે હબ તરીકે કાર્યરત થશે. GUJCOSTએ રાજ્યના 23 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર્સની કામગીરી શરૂૂ કરી છે. રાજ્યના બાળકો અને નાગરિકોને તેમના ઘરઆંગણે એક મંચ પૂરો પાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી દરેક વ્યક્તિને વૈજ્ઞાનિક અનુભવો અને શૈક્ષણિક સંસાધનો સરળતાથી ઉપલબદ્ધ કરાવી શકાય તે સુનિશ્ચિત થાય. ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર્સ, રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને ગુજરાત સાયન્સ સિટી, આ ત્રણેય સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશન અનુસાર દેશમાં વિજ્ઞાનના પ્રચાર અને વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવાનું એક રોલ મોડેલ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version