જામનગરમાં ખાનગી સોસાયટીમાં લોક ભાગીદારીથી સીસી રોડ બનાવવા મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂૂ.11 કરોડ 93 લાખ ના વિવિધ વિકાસ કામ ને મંજૂરી આપવામાં આવી હતી . ઉપરાંત…

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂૂ.11 કરોડ 93 લાખ ના વિવિધ વિકાસ કામ ને મંજૂરી આપવામાં આવી હતી . ઉપરાંત 15 ઓગસ્ટ નિમિત્તે ટાઉનહોલ માં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા નિર્ણય લેવાયો હતો. ધીરેનકુમાર પી. મોનાણી ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા, આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા સામાન્ય ચુંટણી-2026 વિશિષ્ટ કામગીરી બજાવેલ કર્મચારીઓને પ્રોત્સાહન રકમ આપવા અંગે કમિશશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે 40 કર્મચારીઓ ને પ્રોત્સાહન ની રકમ રૂૂા. 4 લાખ મંજુર કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની કોમ્પ્યુટર શાખા ખાતે કોમ્પ્યુટર પ્રોગ્રામરની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણુંક આપવા અંગે ની દરખાસ્ત તેમજ સોલીડ વેસ્ટ મેને. શાખા ખાતે લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓને કોન્ટ્રાકટ બેઈઝ થી નવી નિમણુંક આપવા અંગે ની દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન જુદી-જુદી જગ્યાએ ડી-વોટરીંગ કરવાના કામ અંગે રૂૂ પાંચ લાખ , પ્રાઈવેટ સોસાયટી સ્કીમ’ હેઠળ સફાઈ કામદારો અને ખર્ચ મંજુરી તથા સોસાયટીના સુધારણા અંગે રૂૂા. 13.44 લાખ , વોટર વર્કસ શાખા માટે (ઉડ-1) ખાતે પોલ્ડર ટાઈપ સબમર્શીબલ પમ્પ સેટ, એટીએસ પેનલ તેમજ તેને આનુસાંગીક માલ-સામાન સપ્લાય કરવાના કામ અંગે રૂૂા. 39.74 લાખ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 200 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 100 લાખ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 16) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 250 લાખ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 250 લાખ , સીવીલ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં 100 ટકા ના ધોરણે સીવીલ વર્કસ (બિલ્ડીંગ વર્કસ, કમ્પાઉન્ડ વોલ, કોમ્યુનીટી હોલ, ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ, ફેન્સીંગ, સાઈન બોર્ડ વિ. પ્રકારના) ના કામ રૂૂા. 160.67 લાખ , સને 2026-27 દરમ્યાન સ્વભંડોળ અન્વયે સીવીલ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ / ગેસ પાઈપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અંગે રૂૂા. 130 લાખ અને વોર્ડ નં. 15, રણજીતસાગર રોડ રાજપુત ક્ધયા છાત્રાલયથી જ્ઞાન ગંગા સ્કુલથી ખોડીયાર પાર્ક પાસેના કોમન પ્લોટ સુધી સ્ટ્રોમ વોટર કેનાલ અને સી.સી. રોડના કામ અંગે રૂૂા. 39.72 લાખ ના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં 15 મી ઓગષ્ટ નિમિતે ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું મંજુર કરવામાં આવ્યું હતું.આમ આ આ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ રૂૂ.11 કરોડ 93 લાખ ના વિવિધ ખર્ચની દરખાસ્તો મંજુર કરાઈ હતી.