Site icon Gujarat Mirror

સુરતમાં લૂંટ બાદ સુરક્ષાના મુદ્દે SBIમાં 25-26 મેના દેશ વ્યાપી હડતાળનું એલાન

લૂંટ સમયે કોઈ સુરક્ષા ગાર્ડ હાજર નહોતો, SBI સ્ટાફ ફેડરેશનની જાહેરાત

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી લાખો રૂૂપિયાની દિલધડક લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓને ઞઙથી દબોચી લીધા છે. તો બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશનના પ્રમુખ દ્વારા લૂંટને લઈ ચોંકાવનારો ખુલાસો કરાયો છે. વરાછામાં આવેલી બેંકની શાખામાં જ્યારે લૂંટારુઓ ત્રાટક્યા ત્યારે કેસ લઈને આવેલી એજન્સીના કે બેંકના કોઈપણ ગાર્ડ હાજર ન હોવાનો સ્વીકાર કર્યો છે. બેંકમાં કર્મચારીઓની સુરક્ષા સહિતના પ્રશ્ને SBIના કર્મચારીઓ દ્વારા આગામી 25 અને 26 મેએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.સુરતની જે બ્રાન્ચમાં લૂંટ થઈ ત્યાંની સ્થિતિ અત્યંત દયનીય હતી.

બેંકમાં કરોડોની કેશ, ગોલ્ડ લોન અને અઝખ હોવા છતાં કોઈ કાયમી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યો ન હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશનના પ્રેસિડેન્ટ પંકજ કૌશિકે જણાવ્યું હતું કે, “બ્રાન્ચમાં ગાર્ડનું ન હોવું એ સૌથી મોટી ચૂક હતી. લૂંટારુઓ સુનિયોજિત રીતે આવ્યા હતા કારણ કે તેમને ખબર હતી કે અહીં સુરક્ષા વ્યવસ્થા નબળી છે.” ખાનગી એજન્સી દ્વારા કેશ લાવવામાં આવે છે, પરંતુ તેમના ગાર્ડ પણ બેંકની બહાર જ ઉભા રહે છે, અંદર સુરક્ષા આપતા નથી, જેના કારણે કર્મચારીઓ અને ગ્રાહકોના જીવ જોખમમાં મુકાયા છે.ઘટના અંગે વિગતો આપતા પંકજ કૌશિકે કહ્યું કે, “લૂંટારુઓ હથિયારો સાથે જે રીતે ઘૂસ્યા હતા, તે જોતા કંઈ પણ અઘટિત બની શક્યું હોત. તે સમયે સ્ટાફના સભ્યોએ અત્યંત હિંમત બતાવી હતી.

લૂંટારુઓએ સ્ટાફને એલાર્મ વગાડવાની તક પણ આપી નહોતી, છતાં સ્ટાફે ગ્રાહકોની રક્ષા કરી. અમે છેલ્લા બે વર્ષથી મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે લોકો ડરવા લાગ્યા અને કામ કરવું મુશ્કેલ બન્યું ત્યારે અમારે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે.આ દેશવ્યાપી હડતાલને કારણે 25 અને 26 તારીખે સ્ટેટ બેંકની તમામ બ્રાન્ચોમાં કામકાજ બંધ રહેશે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શન અટકી શકે છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો મેનેજમેન્ટ હજુ પણ આંખ આડા કાન કરશે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સુરતની ઘટના એક ચેતવણી સમાન છે અને જો હવે પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા વધુ જોખમાશે.

Exit mobile version