સાવરકુંડલાના વૃધ્ધાને અશ્ર્લિલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 3.60 લાખ પડાવ્યા

સાવરકુંડલામાં એક 65 વર્ષીય મહિલાને સોશિયલ મીડિયા અને વિડિયો કોલ મારફતે વિશ્વાસમાં લઈ બ્લેકમેઇલ કરી રૂૂપિયા પડાવી લેવાનો બનાવ સામે આવ્યો છે. મામલે મહિલાએ ભુજના…

સાવરકુંડલામાં એક 65 વર્ષીય મહિલાને સોશિયલ મીડિયા અને વિડિયો કોલ મારફતે વિશ્વાસમાં લઈ બ્લેકમેઇલ કરી રૂૂપિયા પડાવી લેવાનો બનાવ સામે આવ્યો છે. મામલે મહિલાએ ભુજના એક શખ્સ સામે પોલીસમાં ફરિયાદ આપી છે.

પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2025ના નવેમ્બર મહિનાથી મહિલા ભુજમાં સરપત નાકા બહાર, શાંતીનગર વિસ્મતારમાં રહેતા મહમદ શબ્બીર નુરમહમદ સમા નામના શખ્સના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વારંવાર સાદા અને વિડિયો કોલ દ્વારા વાતચીત થતી હતી. આ દરમિયાન શખ્સે મહિલાનો વિશ્વાસ જીતી વિડિયો કોલ દરમિયાન અશોભનીય સ્થિતિમાં આવવા માટે પ્રેરિત કરી, તેની જાણ બહાર તે વીડિયો કોલના અશ્ર્લીલ સ્ક્રીનશોટ પાડી લીધા હતા.

બાદમાં મહેમદે આ સ્ક્રીનશોટ મહિલાના તેમજ તેના પુત્રના વોટ્સએપ પર મોકલી આપ્યા હતા અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. 23 નવેમ્બર, 2025થી 7 મે, 2026 દરમિયાન અલગ-અલગ સમયે ફોટા વાયરલ કરવાનું કહી બ્લેકમેઇલ કરી રૂૂપિયાની માંગણી કરતો હતો, અને રૂૂપિયા નહીં આપે તો આ સ્ક્રીનશોર્ટ સોશીયલ મીડિયામાં વાયરલ કરવાનું કહી મહિલા પાસેથી ઓનલાઇન કુલ રૂૂપિયા 3.60 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસે ભુજના રહેવાસી મહમદ શબ્બીર નુરમહમદ સમા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમ, અમરેલી જિલ્લામાં વધુ એક વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બનતા ચકચારી મચી જવા પામી છે.