વાંકાનેરના જાંબુડિયા રોડ પરથી 1.95 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસે વીડી જાંબુડીયા રોડ પરથી 1.95 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂૂ. 97,500 આંકવામાં આવી…

વાંકાનેર તાલુકા પોલીસે વીડી જાંબુડીયા રોડ પરથી 1.95 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂૂ. 97,500 આંકવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

તે દરમિયાન વીડી જાંબુડીયા ગામના રોડ પરથી પસાર થઈ રહેલા એક હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલને રોકવામાં આવ્યું હતું. મોટરસાયકલની તલાશી લેતા તેમાંથી 1 કિલો અને 950 ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાની હેરાફેરી કરી રહેલા બાઇક ચાલક દેવરાજભાઈ મનજીભાઈ ચૌહાણ (રહે. ચરાડવા, તા. હળવદ)ની અટકાયત કરી હતી. પોલીસે ગાંજા અને બાઇક સહિત કુલ રૂૂ. 1,22,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (ગઉઙજ) એક્ટની કલમ 8(સી) અને 20(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.