સૌરાષ્ટ્રમાં મોસમનો 23 ટકા વરસાદ પડી ગયો, કચ્છ હજુ કોરૂ

24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ, સાત તાલુકામાં 5થી 11 ઇંચ, 26 તાલુકામાં 2થી 4 ઇંચ પાણી પડયું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ચોમાસુ જામી ગયુ છે અને…

24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ, સાત તાલુકામાં 5થી 11 ઇંચ, 26 તાલુકામાં 2થી 4 ઇંચ પાણી પડયું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ચોમાસુ જામી ગયુ છે અને સતત હળવોથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે રાજયના કચ્છ સિવાયના તમામ વિસ્તારોમાં લોકોને હૈયે ટાઢક થઇ જાય તેવો વરસાદ પડી ગયો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વધુ વરસાદ પડવાની આશા છે.

રાજયમાં ચોમાસાની મોડી પણ ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને માત્ર એક અઠવાડીયામાં જ સૌરાષ્ટ્રમાં મોસમનો 23.33 ટકા, દક્ષિણ ગુજરાતમાં 20.83 ટકા, પૂર્વ ઝોનમાં 12.35 ટકા, ઉતર ગુજરાતમાં 10.42 ટકા વરસાદ પડી ગયો છે. જયારે કચ્છમાં માત્ર 0.42 ટકા વરસાદ નોંધાતા આ વિસ્તાર હજુ કોરૂં ધાકોડ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 7 તાલુકામાં 5થી 11 ઈંચ સુધીનો વરસાદ જ્યારે 26 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ અને 51 તાલુકામાં 1થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો કુલ 164 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 7 તાલુકાઓમાં 5 થી 11 ઈંચ, 26 તાલુકાઓમાં 2 થી 4 ઈંચ અને 51 તાલુકાઓમાં 1 થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમરેલીના જ ધારીમાં 9.21 ઈંચ, ખાંભામાં 6.81 ઈંચ, ડાંગના સુબીરમાં 5.16 ઈંચ અને સાવરકુંડલામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય જાફરાબાદમાં 4.92 ઈંચ, ડાંગમાં 4.57 ઈંચ, વિજયનગરમાં 24 કલાકમાં 4.49 ઈંચ, બગસરામાં 4.29 ઈંચ, લીલીયા અને ઉનામાં 4.21 ઈંચ, જેસરમાં 3.08 ઈંચ, ચીખલીમાં 3.27 ઈંચ, ભાવનગરના મહુવામાં 2.ભીિિ99 ઈંચ, વલસાડના વાપીમાં 2.95 ઈંચ, ગારિયાધારમાં 2.80 ઈંચ, ડોલવણમાં 2.76 ઈંચ, ઉમરગામ અને ગીર ગઢડામાં 2.72 ઈંચ, ગણદેવીમાં 2.64 ઈંચ, કોડીનારમાં 2.60 ઈંચ, વ્યારામાં 2.48 ઈંચ, ચુડામાં 2.17 ઈંચ, અંબિકા અને કપરાડામાં 2.09 ઈંચ, વાલોડમાં 2.05 ઈંચ, અમરેલી શહેરમાં 2.01 ઈંચ, મહેસાણામાં 1.97 ઈંચ, વઘઈમાં 1.93 ઈંચ, પાલિતાણામાં 1.85 ઈંચ, સૂત્રાપાડામાં 1.81 ઈંચ, કોટડા સાંગાણી અને ઓલપાડમાં 1.77 ઈંચ, વિસાવદર અને તારાપુરમાં 1.57 ઈંચ, કુંકાવાવ-વડિયા, સિદ્ધપુર તેમજ વઢવાણમાં 1.42 ઈંચ, લખતરમાં 1.38 ઈંચ અને પલસાણા, દાંતા, વડગામ, કડી તથા ગોંડલમાં 1.34 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

હજુ 72 કલાક સુધી સૌરાષ્ટ અને ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ), અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો રાજ્યના અનેક ભાગો માટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં શરૂૂઆતના ત્રણેય દિવસ (6 થી 7 જુલાઈ) અત્યંત ભારે વરસાદની આશંકા છે. સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદી સિસ્ટમ હજુ સક્રિય છે. ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જે આજે કરવામાં આવી છે તેમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, તાપી, અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે. હળવોથી મધ્યમ વરસાદ: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન અને મધ્યમ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 7 જુલાઈ (મંગળવારન રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. સુરત, તાપી, ભરૂૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે. 8 હું મંગળવારના દિવસે વરસાદનું જોર થોડું ઘટશે, છતાં વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. 8 જુલાઇ બાદ 11 જુલાઇ સુધી વરસાદનું જોર રાજ્યમાં ઘટશે