સાંઢિયા પુલનું મુહૂર્ત નીકળ્યું, શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મ્યુનિ.કમિશનરને સાથે રાખી મેયર સહિતના પદાધિકારીઓએ કર્યુ ફાઇનલ ઇન્સ્પેકશન રાજકોટના સાંઢિયા પુલનાના લોકાર્પણ માટે સતત એક મહિના સુધી પ્રજાને પીપરમેન્ટ અપાયા અંતે લોકાર્પણનું મુર્હુત આવ્યુ…

મ્યુનિ.કમિશનરને સાથે રાખી મેયર સહિતના પદાધિકારીઓએ કર્યુ ફાઇનલ ઇન્સ્પેકશન

રાજકોટના સાંઢિયા પુલનાના લોકાર્પણ માટે સતત એક મહિના સુધી પ્રજાને પીપરમેન્ટ અપાયા અંતે લોકાર્પણનું મુર્હુત આવ્યુ છે. બ્રિજ વાહન વ્યવહાર માટે તૈયાર હોવા છતા નવા પદાધિકારીઓની રાહમાં અને એ પછી મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી મુખ્યમંત્રી કે પછી કોઇ મોટા નેતાના હસ્તે લોકાર્પણ થાય તેના અભરખામાં સતત તારીખ પે તારીખ અપાતી હતી. લોકોની ધીરજ હવે ખુટી રહી હતી. લોકરોષનો ચરુ ઉકળવા લાગ્યો હતો અને ત્યારે અંતે લોકાર્પણનું મુર્હુત કાઢવામા આવ્યુ છે. શનિવારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામા આવશે. આગામી શનિવારે સવારે 10 વાવ્યે ડે. મુખ્યમંત્રીના હસ્તે બ્રિજ ખુલ્લો મુકાશે તેવી સતાવાર જાહેરાત આજે બપોરે મહાનગર તરફથી કરવામાં આવી છે.

નવીનીકરણ માટેનો પાયો કોણ જાણે ક્યા મુર્હુતમાં નાખવામા આવ્યો છે એ જ ખબર નથી પડતી! પ્રજાના પરસેવાની કમાણીમાંથી બનેલા આ બ્રિજની સુવિધા મેળવવા માટે પ્રજાને જ હેરાન કરવાની દાનત જાણે મનપાની હોય તેમ લોકાર્પણ કોઇપણ સતાવાર કારણ આપ્યા વગર સતત પાછુ ઠેલાતુ આવ્યુ હતુ. પરંતુ કામને આખરી ઓપ આપવા, ટીપટોપ કરવાનું કામ જાણે ઇરાદાપુર્વક પુછડે આવીને ધીમુ પાડી દેવામા આવ્યુ હોય તેમ લોકાર્પણ માટે એક જ કેસેટ વગાડવાનું ચાલુ કરાયુ હતુ કે હજુ થોડુ ઘણુ કામ બાકી છે. સાંઢિયા પુલ બંધ કરાયો ત્યારથી એટલે કે છેલ્લા સવા બે વર્ષથી વધુ સમય થયે રોજ એક લાખથી વધુ લોકો હેરાન થઇ રહ્યા છે.

દસ-દસ કિલોમીટર સુધી આવા આકરા તાપમાં પ્રદશિણા કરી રહી છે. માત્રને માત્ર લોકાર્પણનો અભરખો પુરો કરવા માટે લોકો હેરાન થઇ રહ્યા હોય લોકોની ધીરજ ખુટવા લાગી છે. શાસકપક્ષ ભાજપ જનાક્રોષનો સામનો કરવો પડે તેવી હાલત વચ્ચે અંત આનંદના સમાચાર એ મળી રહ્યા છે કે, અંતે સાંઢિયાપુલ બ્રિજના લોકાર્પણનુ મુર્હુત આવી ગયુ છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારે બ્રિજનું ખાતમુહુર્ત કરવા આવશે. ડેપ્યુટી સી.એમ. કાર્યાલય તરફથી ક્ધફમેશન પણ આવી ગયુ હોવાનું જાણવા મળે છે.

વાહનવ્યવહાર અનુકુળ બ્રિજ તૈયાર થઇ ગયાને પણ એક મહિનો થવા આવ્યો
સાંઢિયાપુલ બ્રિજનું કામ 18 મહિનામાં જ પુરુ કરવાની શરત હતી. તેના બદલે 26 મહિને પુરુ થયુ છે. કામ પુરુ થવા છતા પણ પ્રજાજાનોને તો બ્રિજ રેડી હોવા છતાં સુવિધા ભોગવવામા હજુ સુધી ક્યા સુધી કઠણાઇ ભોગવવાનું ચાલુ રહેવાનું છે તે જ નક્કી નથી. મનપાના નવા પદાધિકારીઓને આવતાવેંત પ્રસિધ્ધિની લ્હાય પુરી કરી શકાય અને સાથેમુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અથવા તો કોઇ મોટા નેતાના હાથે લોકાર્પણ કરવાની ઘેલછામાં ઇરાદાપુર્વક કામ પુછડે આવીને ધીમુ પાડી દેવાયુ હતુ. જો કે વાહનવ્યવહાર શરૂૂ થઇ શકે તે સ્થિતિમાં બ્રિજનું કામ પુરુ થઇ ગયાને એક મહિનો થવા આવ્યો છે. પ્રજાને ઉઠા ભણાવતા કારણો આપીને સાઇટ વિઝિટનો જ દોર ચાલુ રાખી ફોટોસેશન થયા કરે છે તેવો આક્રોષ શહેરીજનોમાં હવે તો ખુલ્લીને સામે આવવા લાગ્યો છે. ત્યારે અંતે બ્રિજ માટે ટળવળતા એક લાખથી વધુ લોકોની યાતનાનો શનિવારથી અંત આવી જશે.