ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પરંતુ આ વખતે કારણ કોઈ નવું ગીત કે કાર્યક્રમ નથી, પરંતુ એક ચોંકાવનારી કાનૂની ઘટના છે. મહેસાણા ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયા અને તેમના પતિ અલ્પેશ ઠાકોરના નામે છૂટાછેડાની અરજી દાખલ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ અરજી કાજલ કે તેમના પતિએ કરી જ નથી.
મહેસાણા ફેમિલી કોર્ટમાં દાખલ થયેલી અરજી પર સુનાવણી માટે જ્યારે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરને નોટિસ મોકલવામાં આવી ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. નોટિસ મળતા જ બંને ચોંકી ગયા, કારણ કે તેઓએ કોઈ છૂટાછેડાની અરજી કરી જ નહોતી. અચાનક સામે આવેલી આ ઘટનાએ માત્ર દંપતી જ નહીં પરંતુ તેમના પરિવારજનોને પણ સ્તબ્ધ કરી દીધા છે. ખાસ કરીને થોડા મહિનાઓ પહેલાં જ કાજલે આંતરજ્ઞાતિ પ્રેમલગ્ન કર્યા હોવાથી આ મામલો પહેલેથી જ ચર્ચામાં રહ્યો હતો.
અરજીમાં લખાયેલી ચોંકાવનારી વિગતોકોર્ટમાં રજૂ કરાયેલી અરજીમાં કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરનો ફોટોગ્રાફ પણ જોડવામાં આવ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેના લગ્ન 1 મે, 2024ના રોજ હિન્દુ વિધિ પ્રમાણે થયા હતા. જોકે, કાજલ મહેરિયાએ અગાઉ જાહેર કરેલા મેરેજ સર્ટિફિકેટ અનુસાર તેમના લગ્ન 10 ઓક્ટોબર, 2025ના રોજ થયા હતા. એટલે અરજીમાં દર્શાવાયેલી માહિતી અને સત્તાવાર દસ્તાવેજોમાં મોટો તફાવત જોવા મળ્યો. અરજીમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે બંને વચ્ચે મનમેળ નથી, લગ્નજીવન આગળ ચાલી શકે તેમ નથી અને સગાસંબંધીઓના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ં કાજલ છેલ્લા 12 મહિનાથી પિયરમાં રહેતી હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે અજાણ્યા વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજી કોર્ટની પ્રક્રિયામાં આગળ વધી ગઈ હતી. અરજી કોર્ટના બોર્ડ પર પણ આવી ગઈ હતી અને આગામી સુનાવણી માટે નોંધાઈ ગઈ હતી. આથી પ્રશ્નો ઊભા થયા છે કે આખરે આ અરજી કોર્ટની પ્રાથમિક ચકાસણીમાંથી કેવી રીતે પસાર થઈ અને કોણે આ દસ્તાવેજો તૈયાર કરીને દાખલ કર્યા?
પોતાના નામે ફેક અરજી દાખલ થતાં જ કાજલ મહેરિયા તાત્કાલિક મહેસાણા અ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે અરજી સ્વીકારીને પ્રાથમિક તપાસ શરૂૂ કરી છે, પરંતુ સત્તાવાર FIR નોંધવામાં કાયદાકીય અડચણ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ ઘટના કોર્ટ પરિસરની અંદર બની હોવાથી અને દસ્તાવેજી છેતરપિંડીનો મામલો હોવાથી કોર્ટ તરફથી સત્તાવાર આદેશ મળ્યા બાદ જ FIR નોંધાવી શકાય.
