ગુજરાત

માણાવદરના જીવાદોરી સમા બાંટવા ખારા ડેમ છલોછલ

Published

on


માણાવદર પંથકમાં ગત મોડી રાત્રિના શરૂ થયેલા ઝઝાંવતી અતિભારે રૌદ્ર સ્વરૂપે આવેલા વરસાદથી સમગ્ર પંથક જળ બંબાકાર થઈ ચુકયો છે. કલાકો એટલે કે 9 કલાકમાં 10 ઈંચ થી વધુ વરસાદે સમગ્ર પંથકને રીતસર ધમરોળી રહ્યો છે.

ઠેર ઠેર ડેમ વોકળા ભયજનક રીતે વહી રહ્યાં છે. બાંટવા ખારા ડેમ રાત્રે 9 વાગ્યે ખાલી હતો તે સવારે 8.30 વાગ્યે છલોછલ ભરાઈ ગયેલ હતો. પાણીની આવક થઈ છે કે ત્રણ થી 4 દરવાજા તત્કાલ ખોલવા પડશે 7॥ ફુટ લેવલ જાળવી ખોલાશે. એમએલએ અરવિંદ લાડાણી લક્કી સાબિત થયાં છે. પ્રથમ વરસાદે ડેમો વોકળા બેફામ ઓવરફલો થઈ ચુકયા છે. હજુ વધુ વરસાદનો આંક વધશે હાલ 11 ઈંચ જેટલો પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version