સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ

સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી…

સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે

ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી શરૂૂ થઈ રહી છે) પહેલા સાઈરાજ બહુતુલેને ભારતના સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ગઇકાલે આ જાહેરાત કરી હતી. 53 વર્ષીય ખેલાડીએ IPL 2026 માં પંજાબ કિંગ્સના સ્પિન બોલિંગ કોચ તરીકે સેવા આપી હતી.

તેઓ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે રમ્યા છે. મહારાષ્ટ્રમાં જન્મેલા સાઈરાજે કુલ 10 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે 1997થી 2003 સુધી બે ટેસ્ટ અને આઠ ODIમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, સાઈરાજ પાસે નોંધપાત્ર સ્થાનિક અનુભવ પણ છે. તેમણે 188 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 143 લિસ્ટ એ મેચ રમી છે. તેમણે 12 સ્થાનિક ટી-20 મેચ પણ રમી છે.

BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને સાઈરાજ બહુતુલેને ભારતીય ક્રિકેટ ટીમ (સિનિયર પુરુષો)ના સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરતા આનંદ થાય છે. તેમની પાસે ખેલાડી અને કોચ બંને તરીકે વ્યાપક અનુભવ છે. તેમણે જણાવ્યું કે બે ટેસ્ટ અને આઠ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને લગભગ બે દાયકા સુધી તેમની શા નદાર ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી રહી. સ્થાનિક સર્કિટમાં એક શાનદાર પ્રદર્શન કરનાર, સાઈરાજે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 6,176 રન બનાવ્યા અને 630 વિકેટો લીધી, જેના કારણે તેઓ સર્વકાલીન શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક બન્યા.

એક શાનદાર કારકિર્દી પછી, સાઈરાજે પોતાને ભારતીય ક્રિકેટમાં સૌથી આદરણીય કોચ તરીકે સ્થાપિત કર્યા છે. તેમની કોચિંગ કારકિર્દી વિશાળ શ્રેણીમાં ફેલાયેલી છે, જેમાં વિદર્ભ, કેરળ, ગુજરાત અને બંગાળના મુખ્ય કોચ તરીકેના કાર્યકાળનો સમાવેશ થાય છે. તેમણે IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સાથે સ્પિન બોલિંગ કોચ તરીકે કામ કર્યું છે.

તેઓ 2022માં ભારતની ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના બોલિંગ કોચ અને 2024 ટુર્નામેન્ટના કોચિંગ સ્ટાફનો પણ ભાગ હતા. તેમણે ઈન્ડિયા અ અને સિનિયર મેન્સ ટીમો સાથે અનેક સોંપણીઓમાં એક્સપર્ટ બોલિંગ કોચ તરીકે પણ કામ કર્યું. તેઓ 2021થી 2024 સુધી BCCIની નેશનલ ક્રિકેટ એકેડેમી (હવે સેન્ટર ઓફ એક્સેલન્સ)માં કોચિંગ સેટઅપના મુખ્ય સભ્ય હતા.