અફઘાનિસ્તાન સાથે સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચની T-20 શ્રેણી
શું તમે ક્યારેય કોઈ દેશની ટીમને પોતાની ધરતી પર મહેમાન તરીકે રમતા જોઈ છે? ટીમ ઈન્ડિયા આ સંદર્ભમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં ત્રણ મેચની ટી-20 શ્રેણી યોજાવાની છે, જેમાં ટીમ ઈન્ડિયા યજમાન તરીકે નહીં, પણ મહેમાન તરીકે રમશે. અફઘાનિસ્તાન તે ત્રણ મેચની ટી-20 શ્રેણીનું આયોજન કરશે. ક્રિકેટ ઈતિહાસમાં આ એક અનોખો નજારો હશે.
સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાનારી ટી-20 શ્રેણીની ત્રણેય મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલીવાર હશે જ્યારે અફઘાનિસ્તાન ભારત સામે ઘરઆંગણે દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન કરશે. અહેવાલ મુજબ, શ્રેણીની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે મેચો 13, 16 અને 19 સપ્ટેમ્બરના રોજ રમાશે.
અફઘાનિસ્તાન જૂનમાં એક ટેસ્ટ મેચ રમવા માટે ભારતનો પ્રવાસ કરશે. ટેસ્ટ મેચ પછી, તેઓ ત્રણ મેચની ODI શ્રેણી પણ રમશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ 6 જૂને નવા ચંદીગઢમાં શરૂૂ થશે. ટેસ્ટ મેચ પછી, ODI શ્રેણી 13 જૂને શરૂૂ થશે. ધર્મશાલામાં પ્રથમ ODI પછી, બંને ટીમો બીજી ODI માટે લખનૌ જશે, જે 17 જૂને રમાશે. શ્રેણીની અંતિમ મેચ 20 જૂને ચેન્નાઈમાં રમાશે.
