સૌરાષ્ટ્ર

બાર વરસથી બંધ પડેલ સચારાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી ધમધમ્યું

Published

on

જામનગર નજીકના સચાણા શીપ બ્રેકિંગ યાર્ડમાં 11 વર્ષના લાંબા સમય ગાળા પછી ભાંગવા માટે શિપ લંગારવામાં આવ્યું છે. આમ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ પુન: ધીમે ધીમે શરૃ થઈ રહ્યું છે. આથી રોજગારીની તક ઉજળી બની છે.જામનગર નજીક આવેલા સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ 1977 માં શરૃ કરવામાં આવ્યું હતું ત્યારે અનેક દેશ-વિદેશના જહાજો ભાંગવા માટે આવતા હતા તથા અનેક લોકોને સીધી કે આડકતરી રોજગારી મળતી હતી પરંતુ ર01ર માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને મરીન નેશનલ પાર્ક, વન-પર્યાવરણ વિભાગ વચ્ચે મતભેદ ઉભા થતા યાર્ડ બંધ કરવામાં આવ્યું હતું. આખરે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. અને જ્યાં યાર્ડ શરૃ કરવાના દરવાજા ખુલે તેવો ચુકાદો વર્ષ ર0ર0 માં આવ્યો હતો. આ માટે સ્થાનિક અગ્રણીઓ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ અને ત્યાર પછી મંત્રી મૂળુભાઈ બેરા વગેરે સમક્ષ અને તેમણે ઉપર સુધી રજુઆતો કરી હતી અને આખરે તેને સફળતા સાંપડી છે.ગત ગુરૃવારે પ્લોટ નંબર 17માં એક જહાજ ભાંગવા માટે આવ્યું છે. આમ શીપ બ્રેકિંગ યાર્ડ ધીમે ધીમે પુન: ધમધમતું થઈ રહ્યું છે. પરિણામે રોજગારીની તકો વધશે.વર્ષ-ર0ર0 માં શીપ બ્રેકિંગ માટેની તરફેણમાં ચુકાદો આવ્યા પછી જરૃરી સવલતો ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારે વર્ષ ર0રર માં રપ કરોડ અને વર્ષ ર0ર3 માં ર4 કરોડ રૃપિયાની ફાળવણી કરી હતી. તેમાંથી રોડ રસ્તા, પાણી વગેરેની સુવિધા માટે વિકાસ કાર્યા ચાલી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-ર011-1ર માં 18 પ્લોટમાં 38 જહાજો ભાંગવા માટે આવ્યા હતાં ત્યારપછી વિવાદ ઉભો થતાં શીપ બ્રેકિંગ યાર્ડ બંધ થયું હતું જે માટે 11 વર્ષ પછી હાઈકોર્ટમાંથી યાર્ડ પુન: શરૃ કરવા મંજુરી મળતા આખરે ડિસેમ્બર-ર0ર3માં પ્રથમ જહાજ ભાંગવા માટે આવી પહોંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version