ડોલર સામે રૂપિયો 95.57ના નવા તળિયે, શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું

ઈરાન અમેરિકા વચ્ચેનો યુદ્ધ તણાવ યથાવત રહેતા વિશ્વભરની માર્કેટમાં કડાકા જોવા મળી રહ્યા છે. વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં…

ઈરાન અમેરિકા વચ્ચેનો યુદ્ધ તણાવ યથાવત રહેતા વિશ્વભરની માર્કેટમાં કડાકા જોવા મળી રહ્યા છે. વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂૂપિયો ફરી ગબડયો હતો. ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં આજે રૂૂપિયા પર દબાણ વધતા ડોલર સામે રૂૂપિયો ઇન્ટ્રા-ડે પટકાઈને 95.51ના નવા તળિયે ઉતર્યો હતો જેને કારણે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ બે દિવસમાં 2000 પોઇન્ટ તૂટ્યો છે.

એકબાજુથી ક્રૂડના વધતા ભાવ અને રૂૂપિયો વધુ નબળો પડતા ભારતીય શેર માર્કેટમાં આજે પણ કડાકા બોલી ગયા છે. ગઈકાલે 1320 પોઇન્ટ માર્કેટ નીચે બંધ આવ્યા બાદ આજે પણ માર્કેટમાં સેન્સેક્સમાં 700 પોઇન્ટ અને નિફ્ટીમાં વધુ 200 પોઇન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અધૂરામાં પૂરું AI ના ડરને કારણે આજે આઈ ટી કંપનીનો index 1000 પોઇન્ટ નીચે જતા તમામ IT કંપનીના શેરમાં ધોવાણ થઈ ગયો છે. આજે ટીસીએસ ઇન્ફોસીસ એચસીએલ ના શેરમાં મોટા ગાબડા પડ્યા છે.જેની અસર પણ ભારતીય શેર બજાર પર જોવા મળી.

દરમિયાન, અમેરિકા પ્રમુખ તથા ચીનના પ્રમુખ વચ્ચે આ સપ્તાહમાં મળનારી મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર રહી છે.ભારતમાં તાજેતરમાં બે સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની ઈમ્પેકટ પણ આજે રૂૂપિયા પર જોવા મળી હતી. ભારતનો રૂૂપિયો એક વર્ષમાં વિવિધ નવ મુખ્ય કરન્સીઓ સામે 25 ટકા સુધી તૂટયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં બેરલના 105 ડોલર સુધી પહોંચ્યા હતા. બીજી બાજુ ચાંદીમાં બે દિવસમાં 20000 નો વધારો નોંધાતા ચાંદી 282300 સુધી પહોંચી છે. ચાંદી ફરી 3 લાખ સુધી પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે.