શાસકો ઝૂક્યા: પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની 7 કરોડની દરખાસ્ત અંતે મંજૂર

પારદર્શક વહીવટ અને દરેક કામનું મોનિટરિંગ રોજે-રોજ થઇ શકે તે માટે મ્યુનિ.કમિશનરે તૈયાર કરેલ સેટઅપ અગાઉની સ્ટેન્ડિંગમાં નામંજૂર કર્યા બાદ શાસકોને ભાન થયું રણછોડનગરની શાળા…

પારદર્શક વહીવટ અને દરેક કામનું મોનિટરિંગ રોજે-રોજ થઇ શકે તે માટે મ્યુનિ.કમિશનરે તૈયાર કરેલ સેટઅપ અગાઉની સ્ટેન્ડિંગમાં નામંજૂર કર્યા બાદ શાસકોને ભાન થયું

રણછોડનગરની શાળા 10 ગણા ભાવ અને મુદ્ત વધારા સાથે લીઝ ઉપર અપાઇ, મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.210 કરોડના ખર્ચને બહાલી

સિક્યુરિટી ગાર્ડનો ખર્ચ વધુ, કર્મચારીઓના પગાર સુધારો, ડીઆઇ પાઇપ લાઇન સહિતની ત્રણ દરખાસ્ત પેન્ડિંગ

મહાનગરપાલિકાના દરેક કામો માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્તનો ખર્ચ મંજૂર કરાવવાનો નિયમ છે. છતાં કમિશનર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ અમૂક દરખાસ્તો વધુ ચર્ચા અને વિચારણા તેમજ તપાસ સહિતના નિયમો હેઠળ પેન્ડિંગ અથવા નામંજૂર થતી હોય છે. પરંતુ કયારેક સંકલનના અભાવે પણ સારી દરખાસ્તો નામંજૂર કરાતી હોવાનુ જોવા મળ્યુ છે. જેમાં અગાઉની સ્ટેન્ડિંગમાં મ્યુનિ.કમિશનરે પ્રોજેક્ટ મોનિટરીંગ યુનિટની દરખાસ્ત રજૂ કરેલ જેનો ખર્ચ વધુ લાગતા અથવા કોઇ પણ કારણોસર આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ પરંતુ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આ દરખાસ્તના લીધે મહાનગરપાલિકાના કામો ઝડપી થશે તેમજ પારદર્શિતા આવશે. તેમ જણાવી હાલમાં ચાલુ પ્રોજેક્ટનું મોનિટરીંગ કોણ કરશે ? તેમજ આપણી પાસે સિટી ઇજનેર સહિતનો સ્ટાફ છે.? તે સહિતના પ્રશ્ર્નો સાથે સ્ટેન્ડિંગમાં ફરી દરખાસ્ત રજૂ કરેલ જે વ્યાજબી લાગતા અંતે સ્ટેન્ડિંગ કમિટીએ 7 કરોડના પ્રોજેક્ટ મોનિટરીંગ યુનિટની દરખાસ્ત મંજૂર કરી હતી.

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલ 66 પૈકી 3 દરખાસ્ત પેન્ડિંગ રાખી બાકીની 63 દરખાસ્તના રૂા.2,10,01,52,747 ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગમાં આજે રસ્તા કામ, ડ્રેનેજ, પેવિંગ બ્લોક, આર્થિક તબીબી સહાય, મેનપાવર, સી.સી.કામ (ક્રોંક્રીટ રોડ), ડી.આઇ.પાઇપલાઇન, સ્ટોર્મ વોટર ડ્રેઇન, વાહન ખરીદી, વોટર વર્કસ, ગાર્ડન/વૃક્ષારોપણ, નવી વોર્ડ ઓફિસ/ નવુ ફાયર સ્ટેશન, કમ્પ્યુટર ખરીદી/ આઇટી, વોંકળા કામ, બિલ્ડિંગ કામ/ નવિનીકરણ (લાલપરી લેક ડેવ, ડોગ ફ્રેન્ડલી સેન્ટર, એન્ટ્રી ગેઇટ, વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ), રોશની લાઇટીંગ સહિતના કામોનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાની તમામ વિભાગની કામગીરી પારદર્શીય બને અને ઝડપી કામ થાય તેમ તેનુ મોનીટરીંગ જેતે વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને ખોટા ખર્ચનો બચાવ થાય તે આશયથી મ્યુનિ.કમિશનર દ્વારા ઙખઞ પ્રોજેકટ તૈયાર કરી 35 ઇજનેરોની ભરતી સાથે એજન્સી મારફતે કામ કરવાનો 7 કરોડનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવેલ જેને પદાધિકારીઓ સહિતનાઓએ મંજૂરી આપી જોર શોરથી જાહેરાત કરવામાં આવી હતી અને દરખાસ્ત તૈયાર થાય બાદ આજની સ્ટેન્ડિંગમાં ના મંજૂર થતા ભારે ચર્ચા જાગી છે.

સ્ટેન્ડિંગ કમિટિએ ખર્ચ વધારે થતો હોવાનુ કારણ દર્શાવી પ્રોજેકટ રદ કરવો તેમ જણાવી દરખાસ્ત રદ કરાતા અગાઉ આ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યા વગર પદાધિકારી સહિતનાઓએ પોતાના નામ સાથે મોટી મોટી જાહેરાતો કર્યા બાદ અચાનક તમામ કામગીરી ઓનલાઇન થાય તો અનેક કામોમાં જવાબ દેવો ભારે પડી જાય તેવુ ભાન થતા આજે મહામહેનતે કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેટકને નામંજૂર કરવામાં આવ્યો હતો.

જે શરૂૂ કરવા માટે કમિશનરે ફરી વખત સવાલોના ભારણ સાથે દરખાસ્ત તૈયારી કરી હોવાનુ જાણવા મળેલ છે અને દરખાસ્તમાં આસી.કમિશનર તેમજ સિટી ઇજનેર સહિતનાનો ઉલ્લેખ કરી સ્ટાફ કેટલો છે તેવો સવાલ પૂછી જવાબ માંગી દરખાસ્ત ફરી રજૂ કરાતા અંતે શાસકોને પોતાની ભૂલ સમજાતા મંજૂર કરવામાં આવી હતી.

અરવિંદભાઇ મણિયાર હોલનું કમરતોડ 15000 ભાડું ઝીંકી દેવાયું
મહાનગરપાલિકા દ્વારા મધ્યવર્ગ પરિવાર માટે તેમના પ્રસંગો રાહતદરે યોજાઈ શકે તે માટે તમામ વિસ્તારોમાં કમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રાઈવેટ હોલની તુલનાએ મનપાના હોલનું ભાડુ પણ વધવા લાગ્યું છે. તાજેતરમાં સંતોષ પાર્ક ખાતે તૈયાર થયેલ કોમ્યુનિટી હોલના ભાડાના દર નક્કી કરવાના સાથોસાથ સૌથી વધુ શાળાઓ તેમજ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમો યોજાય છે તેવા અરવિંદભાઈ મણીયાર હોલનું રિનોવેશન થયા બાદ રૂા.8000 થી રૂા.15000 સુધીનું ભાડુ નિયત કરી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં શાસકો દ્વારા રાહત આપવામાં આવશે તેવી લાગી રહ્યુ હતું. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ ભાડાના દર યથાવત રાખી રૂા.15000 જેટલુ તોતીંગ ભાડુ પ્રજાજનો ઉપર ઝીંકી દેવાનુ સાહસ કરી નાખ્યું હતું. તેમજ વોર્ડ નં.1માં સંતોષ પાર્ક મેઈન રોડ પર તાજેતરમાં લોકાર્પણ થયેલ કોમ્યુનિટી હોલ અને રિનોવેશન થયેલ અરવિંદભાઈ મણિયાર હોલના ભાડાના દર નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ, સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલ માટે નોન એસી રૂા.20,000, 10,000 અને રૂા.40,000 તેમજ અરવિંદભાઈ મણિયાર હોલ માટે સીફટ મુજબ ભાડાના દર નક્કી કરવામાં આવ્યા છે. સવારના સિફટ માટે 8000 તથા 10,000 અને રાત્રીની સિફટ માટે રૂા.12,000 તેમજ રવિવારના દિવસે 10,000, 12,000 અને 15,000 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. તમામ માટે રૂા.25,000 ડિપોઝીટ અને મેન્ટેનન્સ ખર્ચ અલગથી આપવાનો રહેશે.

સમગ્ર રાજકોટને પાણી મળે તે માટે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
રાજકોટ શહેરની દૈનિક પીવાના પાણીની જરૂરીયાત વધતા આજી-1 ડેમમાંથી વધુ પાણી ઉપાડવામાં આવે તો સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ભવિષ્યમાં પાણી વિતરણ થઇ શકે તેમ છે. તેવુ વિચારી મનપાએ આજી હેડ વર્કસ ખાતે 75 એમએલડીનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની દરખાસ્ત આજની સ્ટેન્ડિંગમાં મંજૂર કરી હતી. હાલમાં આજી હેડ વર્કસ ખાતે ફિલ્ટર પ્લાન્ટ-1નું નિર્માણ ઈ.સ. 1958માં થયેલ હોય જેની કેપેસિટી 27.27MLD તથા ફિલ્ટર પ્લાન્ટ-2નું નિર્માણ ઈ.સ 1984માં થયેલ હોય જેની કેપેસિટી 11.35 MLD હોય તેમજ ફિલ્ટર પ્લાન્ટ-3 નું નિર્માણ ઈ.સ 2004 માં થયેલ જેની કેપીસિટી 65.45 MLD છે.હાલમાં રાજકોટ શહેરમાં પાણીની જરૂૂરિયાત તથા હયાત ફિલ્ટર પ્લાન્ટ -1 ખુબ જ જુનો તથા જર્જરિત હોય તેમજ આજી હેડ વર્કસ ખાતે રો-વોટર ફિલ્ટર કરવા માટે ફિલ્ટર પ્લાન્ટની કેપેસિટી વધારવાની જરૂૂરિયાત હોય, આજી હેડ વર્કસ ખાતે નવો 75 MLD ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે GST સહિત કુલ રૂૂ!.59,03,77,000.00/-અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ છે. આ કામે મહત્વના ભાગો જેવા કે WTPના તમામ સ્ટ્રક્ચર યુનિટ તથા અન્ય સીવીલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, સ્કાડા તથા સ્ટાફ ક્વાટર, ઓફીસ બિલ્ડીંગ અને એરિયા ડેવલપિંગ સાથે તેનાં 5 (પાંચ) વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથેનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે.

કામની વિગતખર્ચ
રસ્તાકામ – રૂા.3,79,91,695
ડ્રેનેજ – રૂા.3,46,51,725
પેવિંગ બ્લોક – રૂા.9,39,01,114
આર્થિક તબીબી સહાય – રૂા.4,53,529
મેનપાવર – રૂા.26,88,29,662
સી.સી.કામ (કોંક્રીટ રોડ) – રૂા.2,85,15,239
ડી.આઇ.પાઇપલાઇન – રૂા.6,71,03,485
સ્ટોર્મ વોટર ડ્રેઇન – રૂા.1,99,88,411
વાહન ખરીદી – રૂા.7,89,64,790
વોટર વર્કસ – રૂા.84,70,59,621
ગાર્ડન/વૃક્ષારોપણ – રૂા.1,23,44,437
નવી વોર્ડ ઓફિસ/ નવુ ફાયર સ્ટેશન – રૂા.18,26,672
કમ્પ્યુટર ખરીદી/આઇટી – રૂા.25,28,002
વોંકળા કામ – રૂા.11,50,68,245
બિલ્ડિંગ કામ/નવિનીકરણ – રૂા.48,27,80,120
(લાલપરી લેક ડેવ, ડોગ ફ્રેન્ડલી સેન્ટર, એન્ટ્રી ગેઇટ, વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટ)
રોશની/ લાઇટીંગ –  રૂા.1,81,46,000
કુલ ખર્ચ                            રૂા.2,10,01,52,747