Site icon Gujarat Mirror

કપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ

બીજા બનાવમાં કપચીના વેપારી સાથે થયેલી ઠગાઈમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ધ ગ્રાન્ડ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને વડોદરાના વારસડા સેવબીયા ગામે સુખદેવ અર્થ મુવર્સ નામે ભરડીયો ધરાવી જીણી કાંકરીનો વેપાર કરતા નવીનભાઈ મોહનભાઈ ચોવટીયા (ઉ.વ.42) સાથે જીણી કાંકરીનો માલ મગાવી અમદાવાદના ઈસ્કોન પ્લેટીયમ, બોપલ અને ગુરુકૃપા પાર્કમાં રહેતા અરજણ ગગુભાઈ ભુતીયાએ લેણી રકમ 80 લાખ નહીં આપી ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.નવીનભાઈએ પોલીસને જણાવ્યું કે તેની ઓફિસ યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં છે. ગઈ તા.15-5-2રનાં તે ઓફિસે હતા ત્યારે આરોપી અરજણ ભુતીયાએ આવી ‘હું તમારા નાની કાંકરીના પ્લાન્ટે ગયો હતો.

મારે કપચી ખરીદવાની છે. મારા નામની પેઢી હેકટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવુ છું, મારે જી.એસ.બી. અને ડબલ્યુએમ.એમ. નામનુ મટીરીયલ્સ અને સ્ટોન ડસ્ટની વડોદરામાં કામ ચાલુ છે. ત્યાં કપચીની જરૂૂરીયાત છે. હું તમને 10 લાખ એડવાન્સ આપીશ.’ તેમ કહી 10 લાખ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જેથી ગઈ તા.5-6-22નાં તેણે આરોપીનાં પ્લાટ ખાતે જીણી કાંકરીના માલ મોકલ્યો હતો. અને બીલ તેની પેઢીના નામનું આપેલુ હતું. ત્યાર બાદ આરોપી અવાર-નવાર ધંધાના કામે માલ મંગાવતો હતા જે તેને મોકલી આપતો હતો. આરોપીએ અલગ-અલગ તારીખે કુલ રૂૂા.2.23 કરોડનો માલ મંગાવ્યો હતો.

જેમાંથી તેણે રૂૂા.1,43 કરોડ અલગ-અલગ સમયે આપ્યા હતા. પરંતુ બાકી રહેતા રૂૂા.80.60 લાખ આરોપીને જમા કરાવવાનું કહેતા તે બહાના બતાવી ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યો હતો . આ મામલે સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરુ કરી છે.

Exit mobile version