Site icon Gujarat Mirror

માર્કેટિંગ યાર્ડ પાસે BSNLના ગોડાઉનના પતરા તોડી રૂપિયા 2.27 લાખની ચોરી

 

શહેરના રૈયારોડ પર રહેતા જુનીયર ટેલીકોમ ઓફિસરે માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ BSNLના ગોડાઉનમાંથી તસ્કરો 2.27 લાખના ટેલીકોમના મટીરીયલની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,રૈયારોડ ઉપર આવેલા સોપાલહીલ પી 402માં રહેતા અને ઇજગકમાં જુનીયર ટેલીકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતા મયુરભાઈ ધિરૂૂભાઈ પોપટાણીએ બી ડીવીઝન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ માર્કેટિંગ યાર્ડ એક્સચેન્જ તથા સ્ટોર તેમજ કુવાડવા અને માલિયાસણ એક્સચેન્જનું મેઇન્ટેનસન્સ કરવાનું કામ છે.ગોડાઉનમાં ટેલિકોમને લગતા મટીરીયલ જેવા કે પાઇપ,ફાયબર કેબલ,કનેક્ટર્સ,ટ્રાન્જમિશન સિસ્ટમ,કનેક્ટર હોય છે.જેનું હેડક્વાર્ટરની સૂચના મુજબ દરવર્ષે વેરિફિકેશન થતું હોય છે.

મયુરભાઈએ વધુમાં જણાવ્યું કે,પાંચ દિવસ પૂર્વે એટલે કે ગત.તા.3ના હું રજા પર હતો ત્યારે માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ ગોડાઉનના સ્ટોર કિપર રમેશનો ફોન આવ્યો અને કહ્યું કે તે ગોડાઉનમાં આવેલ ત્યારે છતના પતરા તૂટેલ હતા. અને સામાન વેર-વિખેર પડેલ હોવાની વાત કરી હતી.જેથી ફરજ પરના ઈ. ઓફિસર ધર્મેન્દ્ર જોષીએ વિઝીટ કરી હતી.અને ગત.તા.6ના હું રજા પરથી આવી ગોડાઉનમાં તપાસ કરવા જતા જાણવા મળ્યું કે તસ્કરો ગોડાઉનની છત તોડી પ્રવેશ કરી ટેલીકોમ મટીરીયલના કનેકટર નંગ કિ.2,27,345.76 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝનના પીએસઆઈ એમ.એન.પીઠીયાએ ગુનો નોંધી તસ્કરોનું પગેરૂૂ મેળવવા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version