શહેરના પુનિતનગર ટાંકા પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા બિહારી યુવાન મવડી ચોકડી નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવાને સસરાના ઘરમાં ચોરી કરી હોવાથી સસરા પત્નીને મોકલતા ન હોય જેથી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ વિશ્ર્વકર્મા સોસાયટી શેરી નં.11માં રહેતા મનોજ વલ્લભભાઇ ચુડાસમા (ઉ.વ.25)નામના યુવાને આજે સવારે મવડી ચોકડી ઓવરબ્રિજ નીચે હતો ત્યારે ઉંદર મારવાની દવા પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મનોજ મુળ બિહારનો વતની છે અને તેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. મનોજે બિહારમાં રહેતા તેના સસરાના ઘરે ચોરી કરી હોય. પત્ની ખુશી 8 દિવસથી રીસામણે ચાલી ગઇ હતી મનોજ તેને તેડવા બિહાર ગયો હતો. ત્યારે સસરાએ કહેલુ કે ચોરી કરેલા દાગીના પહેલા આપી જાવ પછી તેડી જજો જેથી બિહાર આવ્યા બાદ તેણે આ પગલુ ભરી લીધુ હતું.

