ગુણાતીતનગરમાં સાફ-સફાઇ મુદ્દે સિટી બસના કંડક્ટર ઉપર રૂમ પાર્ટનરોનો હુમલો

મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુણાતીનગરમાં રહી સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા આધેડ સાથે સાફ-સફાઈ કરવા મુદ્દે રૂૂમ પાર્ટનરે ઝઘડો કરી માર માર્યો હતો.…

મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુણાતીનગરમાં રહી સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા આધેડ સાથે સાફ-સફાઈ કરવા મુદ્દે રૂૂમ પાર્ટનરે ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુણાતીનગરમાં રહી સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર પુરોહિતભાઈ નામના 50 વર્ષના આધેડ સાથે રૂૂમની સાફ-સફાઈ કરવા મુદ્દે રૂૂમ પાર્ટનર નીતિન સહિતના શખ્સો ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જુદા જુદા પાંચ સ્થળે પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. જેમાં મુરલીધર સોસાયટીમાં ખુશીબેન ભરતભાઈ સોજીત્રા (ઉ.વ.15), અવધ પાર્કમાં મુકેશભાઈ મહેશભાઈ બેડીયા (ઉ.વ.38), માલધારી સોસાયટીમાં જ્યોતિબેન રાજેશભાઈ તારેજા (ઉ.વ.30), રાણીમા રૂૂડીમા ચોકમાં ગૌરવ રાજુભાઈ કરણીયા (ઉ.વ.20)એ ફીનાઇલ જ્યારે કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા હરેશભાઈ લાખાભાઈ મકવાણા (ઉ.વ.40)એ એસિડ ગટગટાવી લીધું હતું. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર સગીરા સહિત પાંચેય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.