Sports

રોજર બિન્ની વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીના અધ્યક્ષ નિયુક્ત

Published

on

દેશમાં મહિલા ક્રિકેટ લીગના વિકાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ગુરુવારે વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. આઠ સભ્યો ધરાવતી કમિટીના અધ્યક્ષ પદે બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીને નિયુક્ત કરાયા છે. જ્યારે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તેમના ક્ધવીનર રહેશે.
ડબલ્યુપીએલ કમિટીમાં આઈપીએલરના ચેરપર્સન અરુણ ધુમલ, બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, બીસીસીઆઈના ટ્રેઝરર આશિષ શેલાર, બોર્ડના સંયુક્ત સચિવ દેવજીત સાઈકિયા, મધુમતિ લેલે અને પ્રભતેજ ભાટિયાનો સમાવેશ થાય છે.
આ કમિટી હિસ્સેદારો, ખેલાડીઓ અને દર્શકો સાથે સહયોગ દ્વારા ડબલ્યુપીએલ માટે સ્પર્ધાત્મક વાતાવરણ સુનિશ્ચિત કરશે. નોંધનીય છે કે 9 ડિસેમ્બરના રોજ મુંબઈમાં ડબલ્યુપીએલ 2024 માટે ખેલાડીઓનું ઓક્શન યોજાશે. હરાજી દરમિયાન જ ડબલ્યુપીએલની બીજી સિઝનનો તારીખ અને સ્થળ સહિતનો વિસ્તૃત કાર્યક્રમ પણ નક્કી કરી તેની જાહેરાત થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version