Site icon Gujarat Mirror

નાના વડા ગામે ગૌશાળામાં લૂંટારુંઓ ત્રાટકયા, સાધુને બંધક બનાવી 2.90 લાખની લૂંટ

પડધરીના નાના વડા ગામે ફિલ્મી સ્ટાઈલમાં ધાડનો બનાવ સામે આવ્યો છે. મોડી રાતે દાતાર ગૌ શાળામા લૂંટારૂૂ ગેંગ ત્રાટકી હતી અને વૃધ્ધ સાધુને બંધક બનાવી રૂૂ.2.90 લાખની લૂંટ ચલાવી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. ગૌશાળાના પ્રમુખ અને ટ્રસ્ટ્રી રાતે ત્રણેક વાગ્યે ખાટલા પર સુતા હતાં ત્યારે પાંચ શખ્સો ઘુસી આવ્યાં અને ત્રણ શખ્સો સાધુ પર બેસી ગયાં અને બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો.

બનાવ અંગે પડધરીના નાના વડા ગામે આવેલ દાતાર ગૌશાળામાં રહેતાં જેન્તીભાઇ ઉર્ફે હસુબાપુ કુરજીભાઇ ઠુમ્મર (ઉ.વ.62) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સોના નામ આપતાં પડધરી પોલીસે ધાડ, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ દાતાર ગૌ શાળામા સેવા પુજા કરે છે. પરીવારમાં પત્ની વાલીબેન તથા સંતાનમા બે દિકરા છે, જેઓ બધા રાજકોટ ખાતે રહે છે. આજથી ચારેક વર્ષ પહેલા જુનાગઢ દશનામ જુના અખાડામા દિક્ષા લીધેલ અને સાધુ તરીકે ગામની ગોશાળામા સેવા પુજા કરે છે. ગૌશાળાના પ્રમુખ અને ટ્રસ્ટ્રી પણ તેઓ છે. ગૌશાળા વર્ષ 2013 માં ખોલેલ છે.

ગઇકાલ રાત્રીના આઠેક વાગ્યે તેઓ ગૌશાળાએ હાજર હતાં ત્યારે ત્યા રામોદના દેવેદ્રભાઈ સકવાસ તથા તેમની પત્ની અને તેના સસરા કારમાં દાતાર આશ્રમે બેસવા આવેલ અને આ દેવેદ્રભાઇની પત્નીને દીકરી બનાવેલ છે, જેથી તેઓ આશ્રમે અવાર-નવાર આવતા હોય છે. તેઓ જાતેથી રસોઈ બનાવીને જમતો હોય અને જમવાનુ બાકી હોવાથી આ દેવેદ્રભાઈની પત્નીએ રસોડામા રસોઈ બનાવેલ અને ચારેય લોકો ત્યા જમેલ હતાં. બાદ સાડા દસેક વાગ્યાની આસપાસ ગૌ શાળાએ રાજકોટના અલ્પેશભાઇ મારવીયા સાથે બીજા ત્રણ પુરૂૂષ અને ચાર સ્ત્રી બે કારમાં આશ્રમે આવેલ અને આ બધા લોકો આશ્રમે બેસેલ હતા.

રાત્રીના દોઢેક વાગ્યે દેવેદ્રભાઈ સકવારા તેમના પત્ની તથા તેના સસરા આશ્રમેથી તેમના ઘરે ચાલ્યા ગયેલ અને એકાદ કલાક પછી આશરે અઢી વાગ્યાની આસપાસ આ અલ્પેશભાઈ મારવીયા તથા તેમની સાથે આવેલ લોકો તેમની ફોર વ્હીલ ગાડી લઇ ઘરે ચાલ્યા ગયેલ હતાં. આ લોકો ગયેલ બાદ આશ્રમમાં ઓશરીમાં ખાટલા પર સુતેલ અને ઉઘ આવેલ નહીં અને ત્યારે આ ઓશરીમા કેમેરો લગાડેલ છે, જે કેમેરો કોઈએ ફેરવી નાખેલ તેવુ મને લાગેલ જેથી ઉભો થતા ત્રણ લોકો આશરે 35 થી ચાલીસ વર્ષના અને મોઢે રૂૂમાલ બાંધેલ અને પેન્ટ શર્ટ પહેરેલ હતા, તેઓ એકદમ ડરી ગયેલ અને તેમની હાથમા લાકડના ધોકા હતા.

એક શખ્સે ફરીયાદીને માથામા, બીજાએ પગમા લાકડાનો ધોકો મારેલ હતો. તેમજ કહેલ કે, તારી પાસે જે કાઈ પાંચ-દસ લાખ રૂૂપીયા હોય તે આપી દે તેમ ગુજરાતીમાં કહેલ અને તેઓએ કહેલ મારી પાસે એટલા રૂૂપીયા નથી. તેઓના ખીસ્સામાં રહેલ દસેક હજાર રૂૂપીયા અને મોબાઈલ ઝુંટવી કહેલ કે, રૂૂમોની ચાવી આપી દે જેથી તેને ચાવી આપતાં તેઓને ખાટલામાં બેસાડી ગોદડુ ઓઢાડી દીધેલ અને ત્રણ જણા તેઓ ઉપર બેસી ગયેલ અને બીજા બે જણા ગૌશાળાના રૂૂમમા ગયેલ અને આશરે પંદર વીસ મીનીટ સુધી આ લોકો ગૌશાળામા રોકાયેલ હતાં.

આરોપી અલગ-અલગ રૂૂમમા ગયેલ બાદ તેઓને રસોડા તરફ 5કડીને લઇ ગયેલ અને ત્યાથી દિવાલ કુદી આ લોકો ત્યાથી ચાલ્યા ગયેલ હતાં. બાદ તેઓ આશ્રમના ગેઇટ સામે રહેતા લોકોને જગાડેલ અને ગૌશાળામા ચોર આવેલની વાત કરેલ બાદ આ લોકો અમારા આશ્રમમા આવેલ અને રૂૂમમા જઇ જોતા કબાટમાં રાખેલ રોકડા રૂૂ.2.70 લાખ લ જે ગૌશાળાના ગાયોના ઘાસ માટે રાખેલ હતા, જેમાં સાથે આધારકાર્ડ તથા પાનકાર્ડ તથા ડ્રાઇવીંગ લાઈસન્સ અને ગૌ સુરક્ષાનુ કાર્ડ હતુ તે થેલો આ લોકો લૂંટી ગયેલ ગયેલ અને બીજા કબાટ અને પતરાની પેટીઓ ખોલી સામાન વેરવીખેર કરેલ જોવામા આવેલ હતો.

બીજા રૂૂમમાં જઈને જોતા કેમેરાનુ ટીવી રાખેલ તે ટીવી આ લોકો લઇ સાથે લઈ ગયેલ તેમજ રસોડાની બારીની ગ્રીલ તોડેલ જોવામાં આવેલ હતી. તેમજ ખાટલા પાસે બીજા બે ખાટલા પણ લાકડાના ત્રણ ધોકા પડેલ જોવામા આવેલ હતા. થોડીવાર બાદ દોડી આવેલ લોકોએ 112 હેલ્પલાઈનમા ફોન કરેલ અને બાદ પોલીસની ગાડી આવી ગયાં બાદ અજાણ્યાં શખ્સો રૂૂ.2.90 લાખનો મુદામાલ લૂંટી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પડધરી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે સ્થાનીક પોલીસ, એલસીબી, એસઓજીની અલગ અલગ ટીમોએ આરોપીને પકડવા તજવીજ આદરી હતી.

Exit mobile version