Site icon Gujarat Mirror

કાલાવડના નપાણિયા ખીજડિયા ગામે યુવાન પર બે શખ્સોનો હુમલો

પાનની દુકાને ઊભવા બાબતે માથાકૂટ: ઇજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે નીખીલ રમેશ પરમાર ઉ.વ.25 ધંધો સેલ્સમેન પાનની દુકાને પાન ખાવા ઉભો હતો ત્યારે આરોપી વિપુલ પરમાર, જીતેશ પરમાર ત્યાં આવી તું અહીં કેમ ઉભો છે તેમ કહી ગાળો ભાંડી ધમકાવતા મેશે પોતાના ભાઇ સાગ અમરશી પરમારને ત્યાં બોલાવતા આરોપી ઉશ્કેરાતા રમેશ અને તેના ભાઇ સાગર ઉપર છરી અને પાઇપ વડે હુમલો કરતા રમેશ અને તેના ભાઇ સાગરને હાથ પગમાં ઇજા થતા રાજકોટની સીવીલ હોસ્પટીલમાં સારવાર અથે દાખલ કરેલા હતા. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

Exit mobile version