Site icon Gujarat Mirror

ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર

ભીવંડીના એજન્ટ મારફતે રૂા.3 લાખ આપી યુવતી સાથે નિકાહ કરનાર વેપારી સાથે વિશ્ર્વાસઘાત: સસરા, સાળી સહિતના પરિવારના સભ્યો ઉપલેટા આવતા વેપારી મીઠાઇ લેવા ગયો અને ઘરમાંથી હાથફેરો થઇ ગયો

ઉપલેટાના વેપારીએ રૂૂ.3.50 લાખ આપી મહારાષ્ટ્રના ભીવંડીના એજન્ટ મારફતે યુવતી સાથે લગ્ન કર્યા બાદ સસરા અને સાળી તેમજ પત્નીની સહેલી ઉપલેટા આવ્યા હોય મહેમાન માટે મીઠાઈ લેવા ગયેલા વેપારીના ઘર માંથી લુંટેરી દુલ્હને દાગીના અને રોકડ ચોરી રફુચક્કર થઇ જતા વેપારીએ લુંટેરી દુલ્હન સહીત 6 સામે રૂૂ.5.50 લાખની ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ ઉપલેટા ખ્વાજા નગર મેઇ ન રોડ, યાકુબ પોસી ટાવરની સામે, કાદરી મંજીલમાં રહેતા અને મારૂૂતી વાન ભાડેથી બુટ ચંપલનો વેપાર કરતા શબીરહુશેન જુબેરભાઈ કાદરી (ઉ.વ.22)ની ફરિયાદને આધારે (1) એજન્ટ ગુલજારભાઈ તેમજ ફાતીમાબેન લગ્ન કરનાર હિના મુસ્તફાભાઇ ખાન તેના પિતા મુસ્તફા મુનશી ખાન તેમજ અલ્ફીયા અને જીન્નતનું નામ આપ્યું છે.

ફરિયાદમાં શબીરે જણાવ્યું હતું કે, તેના પિતા હતાય નથી. ગઈ તા.28/08/20252025ના રોજ મામા વાહીદ ગુલામહુશેન કાદરીએ તેને તથા માતા ફેમીદાબેનને મહારાષ્ટ્ર રાજયના અજંટા ગામે છોકરી બતાવવા માટે લઇ ગયેલ અને અંજતા ખાતે શબીરને મોબાઇલમાં કેટલીક છોકરીઓના ફોટા બતાવેલ પરંતુ એક પણ છોકરી પંસદ પડેલ નહી, શબીરે અગાઉ સાંભળવામાં આવેલ હતુ માલેગાવમાં સંબંધ માટે છોકરી મળી જશે એટલે માલેગાંવ ગયેલ અને મામાના સંબંધી કાસમભાઇએ ત્યાંના એજન્ટ ગુજારભાઇની મુલાકાત કરાવેલ ગુજારભાઇએ શબીરને કહેલ કે માલેગાંવમાં તમને છોકરી મળી જશે પરંતુ તેનો ભરોસો નહી તે ભાગી જશે એટલે તમો ભીવંડી આવો ત્યાં તમને સારી છોકરી મળી જશે લગ્ન પછી ઘરેથી ભાગશે નહી તેની જવાબદારી મારી તેમ વાત કરતા શબીરે વિચારીને જવાબ આપશુ તેમ વાત કરી હતી બાદમાં બે દિવસ અજંટા ગામે મામાના સાઢુભાઈ કાસમભાઇના ઘરે રોકાયેલ ત્યાર બાદ ગુલ્જારભાઇને ફોન કરીને છોકરી જોવા માટેની તૈયારી બતાવી વાત કરી હતી. શબીર સહીતના બધાને ભીવંડી બોલાવતા ત્યાં બીજા એક એજન્ટ ફાતેમાબેન સાથે મુલાકાત કરાવેલ અને ભીવંડીમાં ફાતેમા નગરમાં રહેતી હિના મુસ્તુફાભાઈ ખાન નામની છોકરી બતાવેલ જે શબીરને પંસદ પડતા નિકાહની હા પાડેલ જેથી ગુજારભાઇએ રૂૂ.80, 000 આપવાનું કહેતા શબીરે ગુગલ પે મારફતે ગુજારભાઇને 80 હજાર ચૂકવ્યા હતા.

બાદમાં બધા ભીવંડીમાં એક હોટલમાં બે દિવસ રોકાયેલ ત્યારબાદ ત્યાં ભીવંડીમાં હિના નામની છોકરી સાથે શબીરના તા.09/0 9/2025 રોજ ફાતેમાબેનના ઘરે નિકાહ કરેલ અને નિકાહ થઇ જતાં હિનાની બેન અલ્ફીયાને શબીરે રૂૂપીયા 2,70,000 રોકડા આપેલ અને અજંટા પાસે એક જગ્યાએ માનતા રાખેલ હોય ત્યાં ગયેલ હતા પછી પત્ની હિના સાથે બધા પરીવાર સાથે તા.15/09/20252025ના ઉપલેટા આવતા રહેલ હતા.અને હીના અને શબ્બીર બંને લગ્ન બાદથી પતી પત્ની તરીકે રહેવા લાગેલ હતા અને શબીરે ઘરનો બધો જ વ્યવહાર પત્ની હિનાને સોપી દીધેલ હતો.

થોડા દિવસો બાદ તા.29/09/20252025ના રોજ સસરા મુસ્તફાખાન તથા સાળી અલ્ફીયા મુસ્તફાખાન તથા પત્ની હિનાની સહેલી જીન્નત ઉપલેટા શબીરના ઘરે આવ્યા હતા. ત્યારે મહેમાન આવતા શબીર ગામમાં મિઠાઇ લેવા ગયેલ અને મીઠાઇ લઇને પરત આવતા ફકત સસરા મુસ્તફાખાન જ ઘરે હાજર હતા પત્ની હીના સહીત કોઈ ઘરે ન હોય સસરાને પૂછતા તેણે કહેલ કે ગામમાં ખરીદી કરવા ગયેલ છે. પત્ની મોડે સુધી પરત નહી આવતા શબીર અને તેના સસરા ગામમાં પત્નીને શોધવા નીકળ્યા બાદ થોડીવારમાં સસરા ગુમ થઇ ગયા હતા.

આ મામલે એજન્ટ ગુજાર ભાઈને ફોન કરીને જાણ કરેલ હતી તેણે કહેલ કે તમારી પત્ની પાછી આવી જશે બીજા દિવસે સાળી અલ્ફીયા નો ફોન આવેલ કે હવે હિનાની રાહ જોતા નહી અમે તો આવા જ કામ કરીએ છી એ, શબીરે પોતના રૂૂમમાં જોતા નાનીએ મારા મમ્મીને આપેલ સોનાનો હાર તથા સોનાની બંગડી તેમજ પત્નીને લગ્ન વખતે લઈ દીધેલ નાકની સોનાની નથ-સહીત રૂૂ. 1,50 લાખનું સોનુ અને 50,000 રોકડા લઇ ગયેલ હતી અને આવી રીતે આ લુંટેરી દુલ્હને શબીર સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂૂ .5,50 લાખની છેતરપીંડી અને ચોરી કરી હોય પોલીસ ફરિયાદનોંધાવી હતી.

Exit mobile version