Site icon Gujarat Mirror

અમરેલીમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે રૂા.12.28 લાખની છેતરપિંડી

અમરેલી જિલ્લામાં સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોની તપાસ દરમિયાન એક ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે મ્યુલ બેંક એકાઉન્ટ નં. 34460200000225 માં સાયબર ફ્રોડના રૂૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ નું હોવાનું અને ખાતાધારક રોનક દિનેશભાઈ બારૈયા (ઉંમર 25) હોવાનું ખુલ્યું છે. તેઓ ભાવનગર જિલ્લાના સુભાષનગર વિસ્તારમાં રહે છે અને ફોટોગ્રાફર તેમજ ખાનગી નોકરી સાથે સંકળાયેલા છે.

ફરિયાદોની વિગતો મુજબ તા. 05/12/2024ના રોજ આ એકાઉન્ટમાં કુલ રૂૂ. 12,28,000/- જમા કરાવવામાં આવ્યા હતા. આ રકમમાંથી રૂૂ. 12,20,000/- બેંકમાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને રૂૂ. 10,000/- એટીએમ મારફતે ઉપાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન રોનક બારૈયાએ કબૂલાત કરી હતી કે આ એકાઉન્ટ તેણે પોતાના મિત્રો સોયબ ગફારભાઈ હબીદાણી અને યાસીન ઉર્ફે માણીયો કરીમભાઈ ઓપયાનીની સાથે મળીને કમિશન મેળવવાના હેતુથી રોનક સેલ્સના નામે કરંટ એકાઉન્ટ તરીકે ખોલાવ્યું હતું.

ત્રણે આરોપીઓએ સાયબર હેલ્પલાઇન 1930 પર નોંધાયેલી ફરિયાદોના ફ્રોડના રૂૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી, પછી ઉપાડી પોતાના આર્થિક ફાયદા માટે વાપર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.

Exit mobile version