Site icon Gujarat Mirror

મેટોડામાંથી રૂા.43 હજારના ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયો

રાજકોટના ભાગોળે મેટોડા માંથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે રૂૂ. 43 હજારના 861 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી રૂૂ. 2.63 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ નવનિયુક્ત રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી,પીએસઆઈ પી.બી.મિશ્રા સાથે એસ.ઓ.જીનો સ્ટાફ લોધિકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન ખાનગીરાહે મળેલી બાતમીને આધારે કાલાવડ થી મેટોડા જી.આઇ.ડી.સી. તરફ જતા જાહેરરસ્તા પરથી રિક્ષા નંબર જીજે11 યુયુ- 3505 લઈને નીકળેલા મૂળ વિસાવદરના ખાંભાગીરના વતની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી.ગેઇટ નં.-2 ની પાછળ, ઓમ હોસ્પીટલની બાજુમાં, સુરેશભાઇના મકાનમાં ભાડેથી રહેતા રિક્ષા ડ્રાઇવિંગ અને શેરડીનો કોલો ચલાવતા હાબીલભાઇ હનીફભાઇ બ્લોચ (ઉવ.24)ને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 861 ગ્રામ જેની કિ.રૂૂ. 43,050 તથા મોબાઇલ ફોન અને બજાજ કમ્પનીની સી.એન.જી.ઓટો રિક્ષા સહીત કુલ રૂૂ. 2,63,050 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી,પીએસઆઈ પી.બી.મિશ્રા તથા એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકબહાદુર હસ્તબહાદુર,મયુરભાઇ વિરડા, ક્રિપાલસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા, રણજીતભાઇ ધાંધલ, વિજયગીરી ગોસ્વામી, પ્રુથ્વીરાજસિંહ જાડેજા, વિપુલભાઇ ગોહેલ, નરશીભાઇ બાવળીયાએ કામગીરી કરી હતી.

Exit mobile version