Site icon Gujarat Mirror

રેવન્યુ બાર એસો. દ્વારા વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે ડે.કલેક્ટરને રજૂઆત

રાજકોટમાં રેવન્યુ પેક્ટિસ કરતા વકીલોને વિવિધ પ્રશ્ર્ને પડતી મુશ્કેલીઓના પ્રશ્ર્ને રેવન્યુ બાર એસોસિએશન દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બિનખેતી, અપીલ અને યુએલસી હુકમ સહિતની નકલો નિયત સમય મર્યાદામાં મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

રેવન્યુના પ્રમુખ રમેશભાઈ કથીરિયા બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, બાર કાઉન્સિલના દિલીપ પટેલ તથા હોદ્દેદારો વિમલ ડાંગર, કેતનભાઇ મંડ, સીએમ પટેલ, હિતેશ રાદડિયા મિલન ચોવટીયા, હર્ષ શિંગાળા, સમીર ઠકરાર રવિ વણપરીયા મિલન વસાણી, હાર્દિક જાની વિજય રૈયાણી, ભાગ્યેશ ખુટ, નરેશ પરસાણા, ધર્મેશ સખીયા, હરેશ લાવડીયા, એચ એલ કલ્કાણી, પંકજ દોંગા .આનંદ પરમાર સહિતનાઓએ આજરોજ આર ડી સી ડેપ્યુટી કલેકટર એન કે મુદ્દલને રેવન્યુ બાર એસોસિએશનને પડતી તકલીફ માટે રજુઆત કરેલી હતી જેમાં. હુકમ તથા અપીલ હુકમ યુએલસી હુકમ વિગેરે નકલો મળવામાં નિયત સમય મર્યાદામાં નકલો મળતીના હોય અને મહિનાઓ સુધી પેન્ડિંગ રાખવામાં આવતી હોય ત્રણથી છ મહિના સુધીથી વધારે પેન્ડિંગ હોય આ બધા મુદ્દા માટે રજૂઆત કરેલ હતી ડેપ્યુટી કલેક્ટરે રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપેલ હતી.

Exit mobile version