Site icon Gujarat Mirror

સાગર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું

શહેરના કોઠારીયા રોડ પર આવેલી સાગર સોસાયટીમાં પરિણીતાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા બે વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રેહતી માધુરીબેન વિશાલભાઇ કોરાટ (ઉ.વ.28) નામની પરિણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ..

આ અંગે ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાને સંતાનમાં બે વર્ષનો પુત્ર છે. પતિ ઇમીટેશનનું કામ કરે છે. આ બનાવથી બે વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.જયારે બીજા બનાવમાં ભગવતીપરામાં જયપ્રકાશનગર શેરીનં.16માં રહેતા દસરાજ ચતુરભાઇ કોલાદરા (ઉ.વ.30) નામના યુવાને પત્ની બીનાબેન સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version