ગુજરાત

જૂનાગઢ તાલુકાના 35 સરપંચોના રાજીનામાં

Published

on

ગ્રાન્ટના કામોમાં જીએસટી મોટો વિલન, પેશકદમી મુદ્દેે અધિકારીઓ સામે નારાજગી

જૂનાગઢ તાલુકાના 57 ગામોનો અધિકારીઓની અણઆવડતના લીધે વિકાસ રૂૂંધાતો હોવાના આક્ષેપ સાથે આજે તાલુકા વિકાસ કચેરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખુદ અધિકારી જ ગેરહાજર રહેતા હોબાળો મચ્યો હતો અને એકસાથે 35 જેટલા સરપંચોએ સામુહિક રાજીનામાં આપી દેતા ચકચાર મચી જવા પામી છે.


જૂનાગઢ તાલુકા સરપંચ યુનિયનના રાજુભાઈ સરપંચે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી ગામડાઓનો વિકાસ અટકી ગયો છે અને સરપંચો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે જેમાં ખાસ કરીને વિકાસના કામોમાં જીએસટી લાગતા ઓછી ગ્રાન્ટમાં વિકાસના કામો પૂર્ણ થતા નથી. નવા એસઓઆર મુજબ લોખંડના ભાવ પણ વધ્યા છે. તેમજ ખાસ કરીને ગૌચરમાં પેશકદમી મુદ્દે તેને દૂર કરવાની સત્તા સરપંચ પાસે હોય છે. તેની માપણી થયા પછી પેશકદમી દૂર કરી શકાય છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અધિકારીઓ દ્વારા માપણીશીટની 250 જેટલી અરજીઓનો નિકાલ કરી શક્યા નથી, અને અરજીઓ ત્રણ વર્ષથી પેન્ડીંગ છે.


જેથી ગૌચર મામલે તકલીફ્ પડી રહી છે સાથે દોઢ વર્ષથી રોડ-રસ્તાના અનેક મંજૂર થયેલા કામો શરૂૂ થયા નથી.
આ તમામ મુદ્દે આજે તાલુકા વિકાસ કચેરીમાં બેઠક રાખવામાં આવી હતી, જેમાં ખુદ અધિકારી જ ગેરહાજર રહ્યા બાદ સરપંચોએ વિરોધ કરતા અંતે અધિકારી આવ્યા અને સરપંચોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. ત્યારે હાલ આજે જૂનાગઢ તાલુકાના 35 જેટલા ગામના સરપંચોએ સામુહિક રાજીનામા આપી દીધા છે. આગામી બે દિવસમાં વધુ 19 જેટલા ગામના સરપંચો રાજીનામાં આપશે તેવી ચિમકી આપવામાં આવી છે, હાલ તો સમગ્ર તાલુકા ગામના સરપંચોએ તેમના આંદોલનના સહયોગ આપવાની ખાતરી આપી છે.


રાજ્યમાં વહીવટી તંત્ર શિથિલ પડયું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આંદોલન કરવાની ચીમકી આપવી પડે છે ત્યારે છેક આ બાબુશાહીના અધિકારીઓ કામ કરે છે. તે સિવાય કોઈને ગણકારતા સુધ્ધાં નથી તેનો આ દાખલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version