ગુજરાત

પોરબંદર જિલ્લામાં ભારેખમ ટોલટેક્સ ઉઘરાવવામાં આવતો હોવાની રજૂઆત

Published

on

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી માંડવિયાને પત્ર લખતા ચકચાર

માણાવદર મત વિસ્તારના પૂર્વકેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાને એક લેખિત પત્ર ટોલટેક્ષના અન્યાય સામે લખતા સનસનાટી ભર્યા પત્રએ ચકચાર મચાવી છે. કેમ કે, કેન્દ્રીય સરકારનો કેન્દ્રીયમંત્રી અને પોતાના જ મત વિસ્તારની જનતા સાથે અન્યાય થાય તે ચોકાવનારુ ગણાય.


પત્રમાં લખેલું છે કે અમારા વિસ્તાર સાવ નવો જ છે. આપના માટે તેથી પ્રશ્ર્નો પ્રત્યે અજાણ જ હોવ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહિતગાર કરી સત્વરે અન્યાયને દૂર કરવા માંગ છે. આપને મંત્રી જાણીને આઘાત અને આશ્રય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આપના જ મત ક્ષેત્રના એટલે કે, પોરબંદર અનેજૂનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજૂઆત તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય તો અસહ્ય ટોલટેક્સ ભરવો પડે છે.


જે સરાસર અન્યાય છે. સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે, જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, અને સુરેન્દ્રનગર જીલ્લાના મતદારોને પોતાની રજૂઆત તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાએ જતી વેળાએ ટોલટેક્ષનો માર પડતો નથી.


દુખની વાત એ છે કે આ ઓરમાયુ વર્તન અને અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવમાં આવી રહ્યું છે. તે પણ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ પોરબંદર મત વિસ્તારમાં પણ છે. આપતો ત્યાં હોદા ઉપર બીરાજો છો તેવા સંજોગોમાં સમસ્યાનો હલ તુરત કરવા આપ સમર્થ છો તેથી હાલ સ્થાનિક લોકો આ સમસ્યાને લઈને અત્યંત રોષ તથા પીડા જોઈને આપનું આ મુદ્દા માટે ધ્યાન દોરવા પુરાયો છે. સામાન્ય નાગરિક રોજબરોજ પોતાની સમસ્યાની રજૂઆત કરવા જેવી પાયાની બાબતો માટે પણ કેટલો અન્યાય ટોલટેક્ષના સ્વરૂપમાં સહન કરે છે. તે આ સાથે ટોલટેક્ષના આંકડા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version