Site icon Gujarat Mirror

ભીલવાસમાંથી એક વર્ષ પહેલાં પકડાયેલા સીરપમાં ‘કોડેઇન’ હોવાનો રીપોર્ટ

નોનવેજના ધંધાર્થીને એક વર્ષથી નશાકારક સીરપની આદત થઇ જતાં કોઠારીયાના શખ્સ પાસેથી જથ્થાબંધ ભાવે ખરીદી કરી

130ની બોટલ લોકોને 200માં વેચી નફો રળતો : ઘણાં લોકોને નશાના આદી બનાવી દીધા : ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી

રાજકોટ શહેરમાં ભીલવાસ શેરી નં.4માં હુશૈની ચોક, પાસે હસની હુશૈન મટન સેન્ટર નામે દુકાન ચલાવતો હુશૈન કટારીયા અને તેનો મળતીયો રફિક ઉર્ફે જહોન ચૌહાણ પોતાની દુકાન બહાર શંકાસ્પદ નશાકારક કફ સીરપનો જથ્થો વેચતા હોવાની બાતમીના આધારે ગઈ તા.5-1-24ના ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂૂા. 10,500ની કિંમતની 105 બોટલ કબજે કરી નમુનો પૃથ્થકરણ માટે એફ.એસ.એલ. કચેરીએ મોકલ્યો હતો.જેમાં કોડેઈનયુકત નશાકારક પદાર્થ હોવાનો ગાંધીનગરથી રિપોર્ટ આવ્યો હતો.

આ મામલે હોવે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એ.એન.પરમાર અને સ્ટાફે હુશૈન અહેમદભાઈ કટારીયા (ઉ.વ.36) તેના મળતીયા રફિક ઉર્ફે જહોન ગનીભાઈ ચૌહાણ (ઉ.વ.35, રહે. બને ભીલવાસ સોસાયટી) અને સીરપનો જથ્થો વેચનાર મેડિકલ સ્ટોર સંચાલક જૈમીન સુધીરભાઈ ઠુંમર (ઉ.વ.25, રહે. આલોક રેસીડેન્સી કોઠારીયા ગામ)ની સામે ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.પોલીસે આરોપી હુશેનની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે,તેને સીરપની છેલ્લા પંદરેક વર્ષથી નશો કરવાની આદત થઈ ગઈ હતી.જે છોડી શકતો ન હતો.તે પોતે 130માં ખરીદી અન્યોને 200માં વેંચાણ કરતો હતો.

એકાદ વર્ષ પહેલાં કોઠારીયા ગામના ગેઈટ પાસે શ્રી રાજ મેડિકલ સ્ટોરના સંચાલક જૈમીન ઠુંમર સાથે પરીચય થયો હતો.તેને આ સીરપ અંગે પૂછતા તે નહીં રાખતા હોવાનું જણાવ્યું હતું.આથી તેને આ નશાકારક સીરપનું બજારમાં વધારે પડતુ વેચાણ થતુ હોવાની અને તેની પાસે જેટલો જથ્થો હશે તેટલો વધારે ભાવથી ખરીદી લઈશ તેમ વાત કરતા જૈમીને તે સીરપ મંગાવશે તેમ કહી પોતાની દુકાનમાં રાખવા લાગ્યો હતો.

આથી તે ત્યાં લેવા જતો હતો. આ સમયે સીરપમાં કોડેઈન ફોસ્ફેટ ડ્રગ્સની માત્રા આવતી હોવાથી તેણે ડોકટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂૂર હોવાનું કહેતાં તેને બોટલની ખરીદી કરતા વધારાના પૈસા આપીને ખરીદ કરવાની વાત કરી હતી.

જૈમીન લાલચમાં આવી વેચવા તૈયાર થતા તે દસ-બાર દિવસે તેની પાસેથી નશો કરવા અને વેચાણ કરવા 20 થી 30 બોટલ ખરીદ કરતો હતો.છેલ્લે તા.28નાં તેણે 480 બોટલ ખરીદી કરી હતી.જેમાંથી અનેક બોટલો અન્ય ગ્રાહકોને વેચ્યાનું અને અમુક પોતે નશો કરવા માટે ઉપયોગમાં લીધી હતી. જયારે બાકીની 105 બોટલનું વેચાણ કરતા હતા ત્યારે ક્રાઈમ બ્રાંચે તેને પકડી લીધા હતા.રફિક ઉર્ફે જોહને પોલીસને જણાવ્યું કે, તે દુકાનમાં નોકરી કરે છે.
તેના શેઠ હુશૈને સીરપ વેચવાનું કહેતા તે વેચતો હતો.જેમીને ઠુંમરે પુછપરછમાં એવું જણાવ્યું હતું કે તે મૂળ ગોંડલના ગુંદાસરનો છે.તે હુશનને એકાદ વર્ષથી ઓળખે છે.તે સીરપનો નશા માટે ઉપયોગ કરતો હોવાનું કહી વધારે જથ્થો ખરીદ કરી જશે તેમ કહેતાં ફાયદા માટે તે સીરપનું વેચાણ કરવાનું નકકી કર્યું હતું અને એમ.આર.ને ઓર્ડર આપી જથ્થો મંગાવ્યો હતો.

હુશેન પાસે પ્રિસ્ક્રીપ્શન ન હોવાથી તે એક વર્ષથી જથ્થાબંધ આ સીરપ વેચતો હતો.બીજી તરફ એફ.એસ.એલ.નાં અભિપ્રાયમાં આ સીરપમાં કોડેઈનની હાજરી મળતા ક્રાઇમબ્રાન્ચે ત્રણેય સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

મેડિકલ સ્ટોરનું લાઇસન્સ નથી છતાં જૈમીન દવાનું વેંચાણ કરતો!

જૈમીને પોલીસને જણાવ્યું કે,આ શ્રીરાજ મેડિકલનું લાયસન્સ તેના મિત્ર વિવેક સાવલીયા (રહે. કલ્યાણ એપાર્ટમેન્ટ, મવડી)ના નામનું છે.જે હાલ ક્યાં રહે છે તેનું સરનામું તેને ખબર નથી તે મિત્રતાને ખાતર ર020થી મેડિકલ સ્ટોર સંભાળી મહિને 3 હજાર ચુકવે છે.મેડિકલ લાયસન્સ ના હોવા છતાં તે દવા વેન્ચતો હતો.

હુસેનને એક વર્ષથી સીરપના સેવનની આદત પડી’તી

સીરપની બોટલો મેડિકલ સ્ટોરમાં તબીબના પ્રિસ્ક્રીપ્શન વગર મળતી ન હોવાથી શરૂૂઆતમાં પ્રિસ્ક્રીપ્શન વગર અલગ-અલગ મેડિકલ સ્ટોરમાંથી ખોટા બહાના બતાવી એક-બે બોટલ નશો કરવા ખરીદતો હતો.છેલ્લા એકાદ વર્ષથી નશાની આદત વધી ગઈ હતી.તેણે આ સીરપની બોટલ મોટા જથ્થામાં લઈ વેચાણ કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ આ સીરપ સરળતાથી અને વધારે જથ્થામાં મળતી ન હતી.

Exit mobile version