લોધીકાના દેવડા ગામે ખેતમજુરી અર્થે આવેલી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. લોધીકાના દેવડા ગામે ખેતમજુરી કરતી ચીંગુબેન શાનુભાઇ મેળા (ઉ.વ. 30) નામની શ્રમીક પરણીતાને પતિ સાથે ચડભડ થતા તેણીને લાગી આવ્યુ હતુ. આવેશમા આવેલી પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામા આવી હતી. આ ઉપરાંત જસદણમા આવેલા હુડકો વિસ્તારમા રહેતી કાજલબેન લીંબાભાઇ સોલંકી નામની ર0 વર્ષની યુવતીએ અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. જયારે પડધરીના રૂપાવટી ગામે ખેત મજુરી કરતી લક્ષ્મીબેન પારસીંગભાઇ બામણીયા નામની 17 વર્ષની સગીરા ચોટીલા દર્શન કરીને ઘરે આવ્યા બાદ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લોધિકાના દેવડામાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

