મોંઘવારી ડામવાની દવા: સાડા ત્રણ વર્ષ પછી વ્યાજદરમાં વધારો

રેપોરેટમાં 0.25% નો વધારો થતા લોન મોંઘી: મોંઘવારી દરનુ અનુમાન વધારી 5.2%: વિકાસ દરનો અંદાજ 6.7%થી વધારી 7.1%: નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટશે નહીં; ગવર્નરની સાફ…

રેપોરેટમાં 0.25% નો વધારો થતા લોન મોંઘી: મોંઘવારી દરનુ અનુમાન વધારી 5.2%: વિકાસ દરનો અંદાજ 6.7%થી વધારી 7.1%: નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટશે નહીં; ગવર્નરની સાફ વાત

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી દીધો છે. ઊંચા ફુગાવા, રૂૂપિયામાં નબળાઈ, ઊંચા વૈશ્વિક બોન્ડ યીલ્ડસ તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળાને ધ્યાનમાં રાખી લગભગ સાડા ત્રણ વર્ષના ગાળા બાદ વ્યાજ દરમાં પહેલી જ વખત વધારો જોવા મળ્યો છે. આરબીઆઈના રેપો રેટમાં 0.25% ના વધારા સાથે નવો રેપો રેટ 5.25% થી વધીને 5.50% પર પહોંચી ગયો છે. તેની સીધી અસર તમારા હોમ લોનની ઈએમઆઈ અને એફડીના રિટર્ન પર થવાની છે. ઉલ્લેખનીય છે કે અગાઉની ત્રણ બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યો હતો.

આ સાથે SDF રેટ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) પણ 5.25% પર પહોંચી ગયો છે. જ્યારે MSF રેટ (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ) પણ વધીને 5.75% પર પહોંચાડી દેવાયો છે. ઊંચા ફુગાવાને પરિણામે એશિયાના વિવિધ દેશોએ પણ તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દરમાં વધારો કરીને એમપીસી ન્યુટ્રલ પોલિસિ સ્ટાન્સ જાળવી રાખી નજીકના ભવિષ્યમાં પણ રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. એમપીસીની ઓગસ્ટની બેઠક બાદ ફુગાવામાં વધુ વધારો થયો છે અને ક્રુડ ઓઈલના ભાવ પણ બેરલ દીઠ ફરી 100 ડોલર નજીક પહોંચી ગયા છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 0.25 ટકા વધારી 6.50 ટકા કર્યો હતો અને ત્યાર બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની નજીક છે અને ટૂંક સમયમાં રિઝર્વ બેન્કની છ ટકાની મહત્તમ રેન્જ સુધી પહોંચી જવા સંભવ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વ્યાજદરો (રેપો રેટ) માં વધારો કરવાની સાથે નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે મોંઘવારી દરના અંદાજમાં પણ વધારો કર્યો છે. રિઝર્વ બેંકે કોર ફુગાવાનો અંદાજ અગાઉના 4.3% થી વધારીને 4.4% કર્યો છે. આ સિવાય ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારીનો અંદાજ પણ 5% થી વધારીને 5.2% કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ વધારા પાછળ રબી સિઝન પર નબળા ચોમાસા અને ’અલ નીનો’ ના ખરાબ પ્રભાવને જવાબદાર ગણાવ્યો છે.
ફુગાવાના દરમાં વધારાની સાથે જ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના વિકાસ દર અંગે પણ પ્રોત્સાહક અંદાજો જાહેર કર્યા છે. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 6.7% થી વધારીને 7.1% કરી દીધો છે.

લોન લેનારની લોનની શરતો અને ધિરાણકર્તાની રીસેટ મિકેનિઝમના આધારે વાસ્તવિક અસર અલગ-અલગ હોઈ શકે છે. શેટ્ટીએ કહ્યું કે લોન લેનારાઓ પર તેની અસર ધીમે ધીમે જોવા મળશે. તાજેતરનો વધારો અગાઉ કરવામાં આવેલા 125 બેસિસ પોઈન્ટના દર ઘટાડાના પાંચમા ભાગ જેટલો જ છે, જેનો અર્થ છે કે તે અગાઉના ઘટાડાથી મળેલી રાહતનો મોટો હિસ્સો હજુ પણ યથાવત છે. તમારા ઊખઈં વધી શકે છે અથવા તમારા લોનના સમયગાળાને લંબાવી શકે છે

30 લાખની 25 વર્ષના ગાળાની હોમલોનનો હપ્તો રૂા.490 વધશે
રેપોરેટમાં 25-બેસિસ-પોઈન્ટના વધારાની અસર બાકી લોનની રકમ, બાકી સમયગાળો અને લોન લેનારને લાગુ પડતા વ્યાજ દર પર નિર્ભર રહેશે. બેંકબજારના ઈઊઘ અધિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ઉદાહરણ તરીકે, 25 વર્ષના સમયગાળા માટે 7.5% ના વ્યાજ દરે, એકવાર આ વધારો લાગુ થયા પછી, ₹30 લાખની લોન પર માસિક CEO માં લગભગ ₹490, ₹40 લાખની લોન પર ₹654 અને ₹50 લાખની લોન પર ₹817 નો વધારો થઈ શકે છે.
લોન લેનારાઓ પર કેટલો બોજ?
બાકી હોમ લોન આશરે   EMI વધારો   મુદત દરમિયાન વધારાનું વ્યાજ
₹30 લાખ                       ₹490            ₹1.50 લાખ
₹40 લાખ                       ₹654            ₹1.96 લાખ
₹50 લાખ                       ₹817            ₹2.45 લાખ