Site icon Gujarat Mirror

મનપાના સ્નાનાગારના વાર્ષિક મેમ્બર માટેનું રજિસ્ટ્રેશન શરૂ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ ખાતે આવેલ બેડ્મિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, 02 ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, સ્કોવોશ કોર્ટ તેમજ રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક જીમ તથા વિવિધ સ્નાનાગારો જેમકે શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા તથા સ્પોર્ટ્સ ઓર્થોરીટી ઓફ ગુજરાતની સંયુકત જઙટ રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મવડી ખાતે રમત ગમત સુવિધાઓ જેમ કે બેડમિન્ટન, લોન ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ તથા કબ્બડીના કોચીંગ માટે માસિક રજીસ્ટ્રેશનની પ્રવેશ પ્રકિયા પણ શરૂૂ કરવામાં આવનાર છે.

ઉપરોક્ત વિગતે તમામ સ્નાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા.20/03/2026 ના રોજ વહેલા તે પહેલાનાં ધોરણે વાર્ષિક મેમ્બરશીપ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. તેમજ તમામ રમતગમત સુવિધાઓનુ ત્રીમાસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તથા સ્નાનાગારનુ ત્રિમાસિક રજીસ્ટ્રેશન તા.27/03/2026થી શુક્રવારના રોજ સવારે 11:00 કલાકથી ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે

Exit mobile version