Site icon Gujarat Mirror

રીલનું ભૂત; 21મા જ્ન્મદિવસે રોડમાં આગ લગાડી

અપલખણા નબીરાનો જોખમી ફિલ્મી અંદાજ, સ્માર્ટ સિટી વિસ્તારનો વીડિયો વાઇરલ

સોશ્યિલ મીડિયાના જમાનામા યુવાવર્ગ ઉપર રીલ બનાવવાની જાણે ઘેલછા લાગી હોય તેમ અનેકવાર પોતાના અથવા બીજા લોકોના જીવ જોખમમાં મુકતા વીડિયો બનાવતા હોય છે. રાજકોટમાં અગાઉ નબીરાઓ દ્વારા બર્થડેની જાહેર રસ્તાઓ ઉપર ઉજવણી કરતા વીડિયો વાઇરલ થયા છે.

ત્યારે વધુ એક વખત જાહેર રસ્તા ઉપર પેટ્રોથી 21 લખી આગ લગાડી જન્મદિવસ ઉજવતો વીડિયો સોશ્યિલ મીડિયમાં વાઇરલ થયો છે. શહેરમાં સ્માર્ટસિટિ વિસ્તારમાં જાહેર રોડ પર એક શખ્સ બુલેટ લઇ આવી ચોકમા રોડ પર પેટ્રોલથી 21 લખી બાદમાં બુલેટ પર બેઠા બેઠા દિવાસળી સળગાવી રોડ પર આગ લગાવતો નજરે પડે છે. આમ નબીરા દ્વારા પોતાના 21મો બર્થડેની ઉજવણી કરતો વીડિયો સોશ્યિલ મીડિયામા વાઇરલ થયો હતો. આ અંગે પોલીસે વીીડયોના આધારે શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version