ગુજરાત
રાજકોટમાં ત્રણ દિવસમાં 3206 નવા વાહનોનું વિક્રમી વેચાણ
શહેરના અલગ અલગ શો રૂમમાંથી 542 કાર અને 2579 ટુ વ્હિલર સહિતના વાહનો વેચાયા
ઈલેક્ટ્રિક વાહનો ટેક્સ ફી હોવાથી લોકોની ખરીદી વધી: મનપાની આવકમાં પડ્યું ગાબડું
દિવાળીના તહેવારો દરમિયાન સુભ દિવસો એન સુભ મુહુર્તમાં નવા વાહનો છોડાવવાનો ક્રેઝ લોકોમાં આજે પણ જોવા મળ્યો છે. ધન તેરસ, બેસતુ વર્ષ અને લાભ પાંચમના દિવસે નવા વાહનની ડિલિવરી મોટાભાના શોરૂમમાંથી કરવામાં આવે છે. આગઉ બુક કરાવેલ હોય તહેવારોના પાવન દિવસે લોકો નવુ વાહન ખરીદે છે. જે અંતર્ગત આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ત્રણ દિવસમાં 514 કાર સહિત 3206 અલગ અલગ પકારના નવા વાહનોનું વેચાણ થયું હતું. જેના લીધે ટેક્સ પેટે મહાનગગરપાલિકાને 1.56 કરોડની આવક થઈ છે.
ચાલુ વર્ષ દરમિયાન મંદીનો માહોલ હોવાની ચર્ચા વચ્ચે પણ દિવાળીના તહેવારો દરમિયાન વિક્રમીજનક નવા વાહનોનું વેચાણ જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ 2579 મોટર સાયકલનું વેચાણ થયું છે. અલગ અલગ શોરૂમમાંથી થયેલા વાહનોના વેચાણના આંકડા મુજબ ટુ વ્હીલરમાં સીએનજી સહિતના વાહનોનું સૌથી વધુ વેચાણ થયું છે. જ્યારે થ્રી વ્હીલરમાં પણ પેસેન્જર વાહનોમાં પણ પેટ્રોલ, ડિઝલ અને સૌથી વધુ સીએનજી વ્હીલકનું વેચાણ વધુ જોવા મળ્યું છે. જ્યારે ફોર વ્હીલમાં સૌથી વધુ પેટોલ કારનું વેચાણ આ વખતે વધુ થયાનું જાણવા મળેલ છે. જ્યારે 6 વ્હીલમાં મોટા વ્હીકલમાં ડિઝલ ગાડીનું વેચાણ પાંચ વાહનોનું થયું છે.
મહાનગરપાલિકા દ્વારા નવા વાહનો પૈેટે વ્હીકલ ટેક્સ લેવામાં આવે છે. જેના આંકડા મુજબ ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઓછા વાહનોનું વેચાણ થયું છે. છતાં એવરેજ કહી શકાય તે રીતે મહાનગરપાલિકાને 3206 વાહનના વેચાણ થકી રૂા. 15656326ની આવક થઈ છે.
મહાનગરપાલિકા દ્વારા વાહનના ટેક્સમાં દર વર્ષે વધારો કરવામાં આવી રહ્યો છે. ડિઝલ સંચાલીત વાહનોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સામે સીએનજી અને પેટ્રોલના વાહનોનું વેચાણ વધવા લાગ્યું છે. મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ હવે ઈલેક્ટ્રીકલ્સ વાહનનો ક્રેઝ પણ વધવા લાગતા ટુ વ્હીલરમાં વધુમાં વધુ ઈલોક્ટ્રીક વેચાણ થઈ રહ્યું છે. સરકારના નિયમ મુજબ ઈલેક્ટ્રીક વાહન ઉપર ટેક્સ ન હોવાથી તેનું વેચાણ વધતા મહાનગર પાલિકાની વાહન વેરાની આવકમાં દિવસે દિવસે વધુ ગાબડુ થતું જાય છે. છતાં ફોર વ્હીલ વાહનો લેવામાં હવે મધ્યમ વર્ગીય પરિવાર પણ આગળ આવતા આ વર્ષે 500થી વધુ કારનું વેચાણ જોવા મળ્યું છે.