પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા મોટર કારની સિરીઝ જીજે-03-પીઆર તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન- સીલ્વર નંબરનું રી-ઇઓકશન તા.27 ફેબ્રુઆરી સાંજે 4 કલાકથી શરૂ થશે અને તા.3જી માર્ચ 2026 સુધી ઓનલાઇન ઓપન રહેશે. તો ઇચ્છુક વાહન માલિકો ઓનલાઇન ઓકશનમાં બીડીંગ પ્રક્રીયા કરી ભાગ લઇ શકશે. જે બાદ તેનું પરિણામ તા.5મી માર્ચ 2026ના સાંજે 4-15 કલાકે ઓનલાઇન જાહેર કરાશે. જે માટે વાહન વેચાયાની તારીખથી 7 દિવસમાં સીએનએ ફોર્મ ભરેલ હોવું જરૂરી છે. સમયમર્યાદા બાદની અરજી માન્ય ગણાશે નહી તેવું આરટીઓ રાજકોટની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
મોટર કાર પ્રકારના વાહનોને લગતી GJ 03 PR સીરિઝનું રીઇ-ઓક્શન તા.27/02/2026થી શરૂૂ કરવામાં આવનાર હોઈ GI DJ PRસીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.
મોટર કારની સીરિઝ GJ-03-PR સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન રીઇ-ઓકશન થશે, રીઇ-ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે તા.27/02/2026 સાંજે 04:00 કલાક થી તા.03/03/2026 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.03/03/2026 સાંજે 04:01 કલાક થી તા.05/03/2026 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.05/03/2026 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.

