Sports

ICC રેંકિંગમાં નંબર -1 બનવા પર રવિ બિશ્નોઈ ઉત્સાહમાં, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

Published

on

ICC દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ પુરુષોની T-20 I રેન્કિંગમાં નંબર 1 બોલર બન્યા બાદ યુવા ભારતીય સ્પિનર ​​રવિ બિશ્નોઈ ઉત્સાહિત છે.

પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યા બિશ્નોઈ

વર્લ્ડ કપ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ 4-1થી જીતી હતી અને બિશ્નોઈને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યા બાદ, બિશ્નોઈએ 21 T20 મેચોમાં કુલ 34 વિકેટ લીધી છે.

BCCIએ પોસ્ટ કર્યો વીડિયો

BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં બિશ્નોઈએ કહ્યું, “આ એક ખાસ લાગણી છે. મેં ક્યારેય નંબર વન બોલર બનવાનું સ્વપ્ન પણ જોયું ન હતું, પરંતુ હવે જ્યારે હું નંબર વન છું, મને સારું લાગે છે અને મને આશા છે કે આ પ્રદર્શન ચાલુ રાખી અને ટીમને જીતવામાં મદદ કરીશ. ”

એશિયા કપમાં મળ્યો હતો મોકો

બિશ્નોઈએ આગળ કહ્યું કે, મેં 15 ફેબ્રુઆરીના ડેબ્યુ કર્યું હતું અને આ સફળમાં ઉતાર – ચઢાવ આવ્યા, પરંતુ ગત 1- 1.5 વર્ષ સારું રહ્યું, કારણ કે મને કેટલાક સારા મેચ રમવાનો મોકો મળ્યો. આ દરમ્યાન મેં એશિયાઈ મેચ અને એશિયા કપ પણ રમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version