Site icon Gujarat Mirror

ધ્રાંગધ્રામાં લૂંટના ગુનામાં ઝડપાયેલ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ, ગર્ભપાતનો આક્ષેપ

ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે ત્રણેક મહિના અગાઉ નોંધાયેલ લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ હાજી સંધિ તથા સકલીન ઉર્ફે કાલી બેલીમ બે શખ્સોને હાલમાં જ સ્થાનિક પોલીસના સર્વેલ્યન્સ સ્ટાફ દ્વારા ઝડપી લીધા હતા.

લૂંટ અને મારામારીના ગુનામાં ઝડપાયેલ શખ્સ પર મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ ખંડણીની કેસ નોંધાયો હોવાથી બંને શખ્સોને હળવદ પોલીસ મથક ખાતે તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા
આ તરફ હાજી સંધિ સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે વધુ એક દુષ્કર્મનો નો ગુનો નોંધાયો છે ફરિયાદ પ્રમાણે યુવતીને શખ્સ દ્વારા લગ્નની લાલચ આપીને તેના પર વારંવાર દુષ્કર્મ કર્યાનો આરોપ છે.

જેનાથી યુવતીને ગર્ભ રહી જતા બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યાનો આરોપ છે. જ્યારે યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપી યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. .ધ્રાંગધ્રા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Exit mobile version