સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન

સિવિલ હોસ્પિટલ પરીસરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આંતરીક માર્ગો પર ગેરકાયદેસર રિક્ષાઓના જમાવડાઓના કારણે…

સિવિલ હોસ્પિટલ પરીસરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આંતરીક માર્ગો પર ગેરકાયદેસર રિક્ષાઓના જમાવડાઓના કારણે અવાર નવાર વિવાદો અને ઘર્ષણની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલની માલ વાહક રિક્ષા દવા સહિતનો માલ સામાન લઇ ઓપીડી બિલ્ડિંગ નજીકથી પસાર થતી હતી. ત્યારે ખાનગી રિક્ષા ચાલકે બેદરકારી પૂર્વક રિક્ષા ચલાવી માલ વાહક રિક્ષા સાથે અથડાવી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ રિક્ષા ચાલકે માલ વાહક રિક્ષાના ચાલક સાથે ઝઘડો કરી હોબાળો મચાવ્યો હતો. બનાવને પગલે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.